પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ફૈસલાબાદમાં શુક્રવારે, 21 નવેમ્બરે એક કારખાનાની અંદર ગૈસ વિસ્ફોટ થવાને કારણે ઓછામાં ઓછા 15 લોકોના મોત નીપજ્યા છે અનેક લોકો ઘાયલ થયા છે. એક રિપોર્ટ પ્રમાણે કમિશ્નર ઓફિસ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ન માત્ર કારખાનાની આથી બિલ્ડિંગ પડી પરંતુ તેની પાસેના ઘરો પરની છત પણ ઉડીને દૂર દૂર સુધી વિખેરાઇ.
ફૈસલાબાદના કમિશ્નર ઓફિસ દ્વારા અપાયું નિવેદન
આ રિપોર્ટ અનુસાર આ પહેલા, રેસ્ક્યુ 1122એ પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે ઘટના સવારમાં બનવા પામી જ્યારે કારખાનાનુ બોયલર ફાટ્યુ, જેના કારણે બિલ્ડિંગ અને આસપાસના ઘરો પડી ગયા. જોકે, બાદમાં માહિતી મળી કે આ વિસ્ફોટ પાછળનુ કારણ ગેસ લિકેજ હતુ. મ આપીને આનું કારણ જણાવવામાં આવ્યુ છે.













