પાકિસ્તાનમાં 26 જૂનથી વરસી રહેલા સતત વરસાદ અને તેને કારણે આવેલા અચાનક પૂરને લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ પૂર અને વરસાદના કારણે પાકિસ્તાનના જુદા-જુદા વિસ્તારોમાં ઓછામાં ઓછા 116 લોકોના મોત નિપજ્યા છે. આ દરમિયાન 253 લોકો ઘાયલ પણ થયા છે. આ જાણકારી મંગળવારે પાકિસ્તાનના NDMAએ આપી હતી. હાલના રિપોર્ટ પ્રમાણે ગયા 24 કલાક દરમિયાન વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં 5 અન્ય લોકોના મોત નિપજ્યા છે અને 41 લોકો ઘાયલ થયા છે. 


પૂર્વ પંજાબમાં સૌથી વધુ અસર અનુભવાઈ

પાકિસ્તાનમાં મૃતકોની સૌથી વધુ સંખ્યા પંજાબમાં નોંધવામાં આવી છે, જ્યાં 44 લોકોના મોત નિપજ્યા છે. આ પછી ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વામાં 37, દક્ષિણ સિંધમાં 18 અને દક્ષિણ પશ્ચિમ બલુચિસ્તાન પ્રાંતમાં 16 લોકોના મોત થયા. પાકિસ્તાન નિયંત્રિત કાશ્મીરમાં એક મૃત્યુ અને પાંચ ઘાયલ થયાના અહેવાલ છે, જ્યારે ગિલગિટ-બાલ્ટિસ્તાન અને ઇસ્લામાબાદ રાજધાની પ્રદેશમાં કોઈ જાનહાનિ સર્જાઈન નથી

NDMA જાહેર કર્યું એલર્ટ

સતત ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને, NDMA એ હવામાનનું એલર્ટ જાહેર કરી છે, જેમાં પંજાબ, ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનના ભાગોમાં વધુ ભારે વરસાદ અને સંભવિત પૂરની આગાહી કરવામાં આવી છે. આ વરસાદ ગુરુવાર સુધી ચાલુ રહેવાની સંભાવના છે.



  • Follow us on: