ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં મલેશિયાની બે દિવસીય સત્તાવાર મુલાકાતે છે. આ મુલાકાત મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર થઈ રહી છે અને તેનો મુખ્ય હેતુ ભારત-મલેશિયા વચ્ચેની “Comprehensive Strategic Partnership”ને વધુ મજબૂત બનાવવાનો છે.
PM મોદીએ પોતાના નિવેદનમાં
PM મોદીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે ભારત અને મલેશિયા વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સતત પ્રગતિ થઈ છે. તેઓ અનવર ઇબ્રાહિમ સાથેની બેઠક માટે આતુર છે, જેમાં બંને દેશો સંરક્ષણ અને સુરક્ષા સંબંધોને વધુ ગાઢ બનાવવાની સાથે આર્થિક અને નવીન ભાગીદારી વધારવા તથા નવા ક્ષેત્રોમાં સહયોગ વિસ્તરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર
આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને ટેક્નોલોજી સહકારને વધુ મજબૂત બનાવવાની ચર્ચા થવાની છે. ખાસ કરીને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં સહકાર વધારવા માટે સંયુક્ત પહેલની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે ભવિષ્યના ઔદ્યોગિક અને ટેક્નોલોજી વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાય છે.
2026નો પહેલો વિદેશ પ્રવાસ
Pm મોદી માટે આ 2026નો પહેલો વિદેશ પ્રવાસ છે અને મલેશિયાની તેમની ત્રીજી મુલાકાત ગણાય છે. 2024માં બંને દેશોના સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી ઊંચા દરજ્જે પહોંચાડ્યા બાદ આ પ્રથમ ઉચ્ચ-સ્તરીય મુલાકાત હોવાથી તેને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
ભારતીય સમુદાય સાથે મુલાકાત
મલેશિયામાં રહેલા ભારતીય સમુદાય સાથે મુલાકાત પણ આ પ્રવાસનો મહત્વપૂર્ણ ભાગ છે. લગભગ 30 લાખની વસ્તી ધરાવતા ભારતીય મૂળના લોકો મલેશિયાના વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે અને બંને દેશો વચ્ચે જીવંત સેતુ તરીકે કામ કરે છે. અધિકારીઓ મુજબ આ મુલાકાત દરમિયાન સંરક્ષણ, સુરક્ષા, વેપાર, રોકાણ, કૃષિ, શિક્ષણ, કનેક્ટિવિટી અને અન્ય ક્ષેત્રોમાં સહકાર વધારવાના નવા માર્ગો શોધવામાં આવશે તેમજ કેટલાક સમજૂતી કરારો (MoUs) પર પણ હસ્તાક્ષર થવાની શક્યતા છે.
આ પણ વાંચો : India US trade deal : અમેરિકાએ પાકિસ્તાન અને ચીનને ફોટો બતાવીને ચીડવ્યું, ભારત ખુશ