પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુકેના પ્રવાસે છે. PM Modi બે દેશોના પ્રવાસ પર છે. જેમાં આજે વિદેશ પ્રવાસના પ્રથમ તબક્કામાં પીએમ મોદી બ્રિટન પહોંચ્યા છે. બુધવારે રાત્રે પીએમ મોદી લંડનની હોટલમાં પહોંચ્યા ત્યારે એનઆરઆઈ ભારતીયો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. લંડન એરપોર્ટ પર 'મોદી, મોદી', 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારા લગાવી લોકોએ તેમનું સ્વાગત કર્યું.  પીએમ મોદીના આ પ્રવાસમાં ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનાવવા પ્રયાસ કરાશે. દીપક્ષીય સંબંધ મજબૂત કરવા મુક્ત વેપાર કરાર (FTA) પર કરાર થવાની સંભાવના છે. 


બંને દેશો વ્ચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી

પ્રધાનમંત્રી મોદી બે દિવસની સત્તાવાર મુલાકાતે લંડન પહોંચ્યા છે. મુલાકાત પહેલા જારી કરાયેલા પોતાના નિવેદનમાં, વડા પ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી છે, જેમાં તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમણે કહ્યું, 'અમારો સહયોગ વેપાર, રોકાણ, ટેકનોલોજી, નવીનતા, સંરક્ષણ, શિક્ષણ, સંશોધન, ટકાઉપણું, આરોગ્ય અને જાહેર સંબંધો જેવા ઘણા ક્ષેત્રોમાં વિસ્તરે છે.'

પ્રધાનમંત્રી કીર સ્ટારમર સાથે મુલાકાત

આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદી બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમરને મળશે. બંને નેતાઓ ભારત અને યુકેના સંબંધ મજૂબત બનાવવા નવી વ્યાપક અને વ્યૂહાત્મક ભાગીદારી પર પણ હસ્તાક્ષર કરશે. આ કરારથી સંરક્ષણ, શિક્ષણ, આબોહવા, ટેકનોલોજી અને નવીનતા પર સહયોગને વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે. કીર સ્ટાર્મર પણ આ કરારને લઈને કહ્યું કે, 'ભારત સાથેનો આ ઐતિહાસિક વેપાર કરાર બ્રિટન માટે એક મોટું પગલુ છે. આ કરાર થકી રોજગારીનું સર્જન થશે. બ્રિટન મુલાકાતમાં પીએમ મોદી બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાને પણ મળશે. જણાવી દઈએ કે બ્રિટનના બે દિવસના પ્રવાસ બાદ પીએમ મોદી માલદીવની મુલાકાત લેશે.

  • Follow us on: