પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં લગભગ 5400 કરોડની યોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પરિયોજના બાંકુડા, પુરુલિયા અને દુર્ગાપુર સાથે સબંધિત છે. 2026માં વિધાનસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીના આ પ્રવાસને ખુબ મહત્વનો માનવામાં આવે છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતના વિકાસમાં દુર્ગાપુરની મહત્વની ભૂમિકા છે. 5400 કરોડ રુપિયાની પરિયોજનાઓ કનેક્ટિવીટીને વધારશે. જેનાથી સ્ટીલ સિટીની ઓળખ વધુ મજબૂત બનશે. પરિયોજનાઓ મેક ઈન ઈન્ડિયાના મંત્ર સાથે પશ્ચિમ બંગાળને આગળ વધવા માટે મદદ મળશે. જેનાથી રાજ્યના યુવાનોને માટે રોજગારના ઓપ્શન મળશે.













