પીએમ નરેન્દ્ર મોદી આજે બિહારની મુલાકાતે છે. પીએમ મોદી આજે મોતીહારીમાં આયોજિત એક કાર્યક્રમમાં બિહારને કરોડોની ભેટ આપી. . તેઓ 7204 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. . તેઓ મોતીહારીના ગાંધી મેદાનમાં એક જાહેર સભાને સંબોધન કરી રહ્યા છે.
ચંપારણની ધરતીએ ઇતિહાસ બનાવ્યો- પીએમ મોદી
પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે ચંપારણની ધરતી હવે બિહારનું ભવિષ્ય બનાવશે. ચંપારણની ધરતીએ ઇતિહાસ બનાવ્યો છે. ભારતમાં હવે પૂર્વીય રાજ્યોનો સમય આવ્યો છે. 21મી સદીમાં દુનિયા તેજીથી આગળ વધી રહી છે. PM મોદીએ સંબોધન કરતા વધુમાં જણાવ્યું કે અમારી સરકારે બિહારના વિકાસ માટે કરોડો રૂપિયા આપ્યા છે. કારણ કે બિહારને વિકસિત બિહાર બનાવવાનું છે.
કેન્દ્રમાંથી બિહારને ઘણી મદદ મળી- પીએમ મોદી
દશકો પહેલા બિહાર હતાશામાં ડૂબેલુ હતું. યુપીએ સરકાર બિહાર સાથે બદલો લઇ રહી હતી. હવે બદલો લેવાની રાજનીતિ પુરી થઇ ગઇ છે. આરજેડી અને કોંગ્રેસના રાજમાં બિહારનો વિકાસ થયો નથી. આરજેડીના રાજમાં ગરીબોના પૈસા લૂંટાઇ રહ્યા હતા. આરજેડીના રાજમાં વિકાસ પર બ્ર ેક વાગી હતી. આરજેડીના રાજમાં ગરીબનો પૈસો લૂંટવામાં આવતો હતો. આરજેડી અને કોંગ્રેસના રાજમાં બિહારનો વિકાસ થયો નથી. બિહારમાં અત્યારે કામ કરનારી સરકાર છે. ગરીબ કલ્યાણની યોજના ગરીબો સુધી પહોંચી રહી છે. બિહાર અસંભવને સંભવ બનાવતી ધરતી છે.
આરજેડી પર કર્યા પ્રહાર
આજે બિહાર ઝડપથી વિકાસ કરી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે બિહારના યુવાનોએ આરજેડી અને કોંગ્રેસનું ગૌરવ તોડી નાખ્યું છે. તેમણે કહ્યું કે આજે બિહાર ઝડપથી વિકાસ કરી રહ્યું છે. તમે જાણો છો કે આરજેડી અને કોંગ્રેસના શાસનકાળ દરમિયાન કેટલા ગરીબો પાસે કોંક્રિટના ઘર હતા. લોકો તેમના ઘરોને રંગવામાં ડરતા હતા. તેઓ ડરતા હતા કે પેઇન્ટિંગ જોઈને ઘરમાલિકનું અપહરણ થઈ શકે છે. આજે આપણે જોયું કે લાખો માતાઓ અને બહેનો આપણને આશીર્વાદ આપી રહી છે. યાદ રાખો કે જો તમે 10 રૂપિયા કમાયા પણ તમારે તેને છુપાવવા પડ્યા. મોદીએ બેંકોને પૂછ્યું કે તમે ગરીબો માટે દરવાજા કેવી રીતે ન ખોલી શકો. આ પછી, અમે જન ધન ખાતા ખોલાવ્યા. બિહારમાં પણ સાડા ત્રણ કરોડથી વધુ જન ધન ખાતા ખોલવામાં આવ્યા.













