ભારત અને અમેરિકાની વચ્ચે રશિયન કાચા તેલની ખરીદીને લઈ વધેલા તણાવની વચ્ચે પોલેન્ડે ભારતનું સમર્થન કર્યું છે. પોલેન્ડના વિદેશ મંત્રી રાદોસ્લાવ સિકોરસ્કીએ કહ્યું કે તે ભારત દ્વારા રશિયન તેલ આયાતમાં ઘટાડાથી સંતુષ્ટ છે, કારણ કે તેનાથી રશિયન ફંડિંગ પર અસર પડશે, જે આ યુદ્ધના સમયમાં ખુબ જ મહત્વપૂર્ણ છે.
ભારતે રશિયન તેલની આયાતમાં ઘટાડો કરવાનો શરૂ કરી દીધો
પેરિસમાં પોલેન્ડના વિદેશ મંત્રીએ કહ્યું કે તે આ વાતથી સંતૃષ્ટ છે કે ભારતે રશિયન તેલની આયાતમાં ઘટાડો કરવાનો શરૂ કરી દીધો છે. બેઠક બાદ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને અન્ય યૂરોપીયન નેતાઓની સાથે ઉભા રહીને સિકોરસ્કીએ કહ્યું કે મને એ વાત પર સંતોષ વ્યક્ત કર્યો કે ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી ઓછી કરી દીધી છે, કારણ કે તે પુતિનના યુદ્ધ મશીનની ફંડિંગને ઓછું કરે છે. તેમને કહ્યું કે જ્યારે હું આગામી અઠવાડિયે ભારતની યાત્રા કરીશ તો આપણે આની પર ચર્ચા કરીશું.
સિકોરસીની આ ટિપ્પણીઓ નવી દિલ્હી અને વોશિંગટનની વચ્ચે બગડતા સંબંધોને ધ્યાનમાં રાખીને આવી છે. તાજેત્તરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ચેતવણી આપતા એક બીલને મંજૂરી આપી દીધી છે. આ કાયદા હેઠળ અમેરિકા તે દેશો પર 500 ટકા ટેરિફ લગાવી શકે છે, જે રશિયા પાસેથી તેલ કે યૂરેનિયમ ખરીદે છે.
અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર વધારે 25 ટકા ટેરિફ લગાવ્યો હતો
આ પહેલા ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ તરીકે ભારતીય આયાત પર 25 ટકા ટેરિફ લગાવ્યો હતો. ત્યારબાદ અમેરિકાએ રશિયા પાસેથી કાચુ તેલ ખરીદવા પર નારાજગી વ્યક્ત કરતા ભારતીય ઉત્પાદનો પર વધારે 25 ટકા ટેરિફ લગાવ્યો હતો. તેનાથી ઘણા ભારતીય ઉત્પાદનોમાં ટેરિફ 50 ટકા સુધી પહોંચી ગયો હતો. રિપબ્લિકન સીનેટર લિંડસે ગ્રાહમે જણાવ્યું કે ટ્રમ્પે એક બેઠક બાદ બિલને મંજૂરી આપી દીધી છે, જેની પર આગામી અઠવાડિયે મતદાન થઈ શકે છે.
ત્યારે તણાવપૂર્ણ માહોલની વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકર યૂરોપના પ્રવાસ પર છે, જ્યાં તેમને પ્રથમવાર 'વાઈમર ટ્રાયંગલ' ગ્રુપની સાથે ચર્ચા કરી. જયશંકરે કહ્યું કે યુરોપ વૈશ્વિક રાજકારણમાં એક મહત્વપૂર્ણ છે અને ભારતની સાથે તેના સંબંધોમાં ઘણી સંભાવનાઓ છે. ભારત આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા અને રાજકારણમાં સ્થિરતા લાવવા ઈચ્છે છે.
આ પણ વાંચો: Bangladesh : દીપુ દાસની હત્યામાં સામેલ ઈમામની કરાઈ ધરપકડ