નેપાળના હિંસક આંદોલનમાં અમેરિકા અને ચીનની ભૂમિકા રહેલી છે. લોકશાહીના અમલીકરણ પછી નેપાળમાં સત્તા પરિવર્તનનો સમયગાળો આવ્યો છે. નેપાળનું બંધારણ 2015માં અમલમાં આવ્યુ હતુ,. પરંતુ તે સત્તા સંઘર્ષ પછી પણ, વંશીય અસંતોષ અને બાહ્ય શક્તિઓના દબાણે રાજકીય અસ્થિરતા જાળવી રાખી.

નેપાળ હિંસામાં અન્ય દેશનો ફાળો ?

નેપાળ ભારત અને ચીન વચ્ચે સ્થિત છે. તેના ઉત્તરમાં મહાસત્તા ચીન છે. જ્યારે ભારત દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં ફેલાયેલું છે. નેપાળના અર્થતંત્ર અને વેપારનો મોટો ભાગ ભારત પર નિર્ભર છે. જ્યારે તાજેતરના વર્ષોમાં ચીને તેમાં પ્રવેશ કર્યો છે. આ પરિસ્થિતિ નેપાળને ભૂ-રાજકીય ક્રોસરોડ બનાવે છે. ચીન બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ હેઠળ નેપાળમાં રોકાણ કરવા માંગે છે. અમેરિકાએ ઇન્ડો-પેસિફિક સ્ટ્રેટેજી અને મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશન કરાર હેઠળ નેપાળને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.

ચીનનો નેપાળ પર પ્રભાવ

ચીને છેલ્લા દાયકામાં નેપાળ પર પોતાનો આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ ઘણો વધાર્યો છે. ચીને રસ્તાઓ, ડેમ અને રેલ પ્રોજેક્ટ્સમાં મોટા રોકાણોનું વચન આપ્યું હતું. તિબેટથી નેપાળ સુધી રેલ અને વેપાર માર્ગો બનાવવાની યોજનાઓ ચાલી રહી છે. ચીને નેપાળના સામ્યવાદી પક્ષોમાં એકતા બનાવવાનો પ્રયાસ કર્યો. બેઇજિંગનો પ્રયાસ નેપાળના રાજકારણને સ્થિર કરવાનો રહ્યો છે જેથી તે ભારતનો પ્રભાવ ઘટાડી શકે. ચીન ઇચ્છતું નથી કે નેપાળ કોઈપણ અમેરિકન વ્યૂહરચના અથવા લશ્કરી જોડાણનો ભાગ બને.

નેપાળનું સ્થિર થવું જરુર

ઓલીને ચીન તરફી નેતા માનવામાં આવે છે. તેમના શાસનકાળમાં ચીન સાથેના સંબંધો મજબૂત થયા છે. પરંતુ આંતરિક જૂથવાદ, કોરોના વ્યવસ્થાપનની નિષ્ફળતા અને યુએસ-ચીન દુશ્મનાવટનું દબાણ વધતું રહ્યું. નેપાળના વિરોધ પક્ષોએ ઓલી પર અમેરિકાથી દૂર રહેવાનો અને ચીનની નજીક જવાનો આરોપ લગાવ્યો. બીજી તરફ, ચીન પણ ઓલી પાસેથી પોતાની અપેક્ષા પૂરી કરી શક્યું નથી કે તેઓ લાંબા સમય સુધી સ્થિરતા અને ચીન-મૈત્રીપૂર્ણ નીતિઓ જાળવી રાખશે. બાહ્ય દળોની સતત ખેંચતાણ પણ છે. નેપાળ ત્યારે જ સ્થિર થઈ શકશે જ્યારે તે આંતરિક સુધારાઓની સાથે સંતુલિત રીતે અમેરિકા-ચીન જેવા મહાસત્તાના સંઘર્ષોથી પોતાને દૂર રાખવાની નીતિ અપનાવશે. 

  • Follow us on: