નેપાળમાં મોટા પાયે સરકાર વિરોધી પ્રદર્શનો થઇ રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને, નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ હતુ. ગયા અઠવાડિયા સુધી શાંત દેખાતા નિર્ણયને કારણે, નેપાળી યુવાનોએ બળવો કર્યો અને ત્યાં લોહિયાળ સંઘર્ષ શરૂ થયો હતો.
નેપાળમાં ગઠબંધનની સરકાર
ભૂતપૂર્વ પીએમ કેપી શર્મા ઓલી નેપાળના રાજકારણમાં એક મોટા ખેલાડી માનવામાં આવે છે. તેઓ ચોથી વખત નેપાળના વડા પ્રધાન બન્યા. નેપાળમાં બેરોજગારી ચરમસીમાએ છે અને દેશમાં ભ્રષ્ટાચાર પણ સતત વધી રહ્યો હતો. ઓલી આને રોકવામાં નિષ્ફળ સાબિત થયા. ઓલી ગઠબંધન સરકાર ચલાવી રહ્યા હતા. તેમની સરકાર નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટી નેપાળી કોંગ્રેસ પાર્ટીના સમર્થનથી ચાલી રહી હતી.
1. ઓલીએ પડોશી દેશો સાથેના સંબંધો બગાડ્યા
નેપાળ એક ભૂમિગત દેશ છે અને ભારત અને ચીન તેના મહત્વપૂર્ણ પડોશી દેશો છે. તેઓ ભારત વિરોધી રહ્યા છે. ગયા મહિને, જ્યારે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રી નેપાળના પ્રવાસે હતા. ત્યારે તેમણે ઓલીને દિલ્હી આવવાનું આમંત્રણ આપ્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે અગાઉ તેમણે આવવાની યોજના બનાવી હતી, પરંતુ બાદમાં તે રદ કરવામાં આવી હતી.
2. અમેરિકા સાથે સીધી લડાઈ
નેપાળમાં હિંસા અને આગચંપી, ઓલી સરકારના પતન માટે ઓલી સરકાર પોતે જવાબદાર હતી. તેણે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. તે તમામ અમેરિકન કંપનીઓ હતી. આ બધી મોટી અને પ્રભાવશાળી કંપનીઓ હતી. ઓલી સરકારે આ એકપક્ષીય નિર્ણય દ્વારા અમેરિકા સાથે સીધી રીતે છેડછાડ કરી. સરકારે સોશિયલ મીડિયા જાયન્ટ્સ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, મેસેન્જર, યુટ્યુબ, એક્સ અને સ્નેપચેટ પર પ્રતિબંધ મૂક્યો.
3. વાતચીતના સ્થાને Gen Zઓ પર ફાયરિંગનો આદેશ
કેપી શર્મા ઓલી ચોથી વખત નેપાળના વડા પ્રધાન બન્યા હશે, પરંતુ તેઓ એ સમજવામાં નિષ્ફળ ગયા કે યુવા પેઢી વિરુદ્ધનો નિર્ણય તેમના પર વિપરીત અસર કરશે. ગયા અઠવાડિયે, જ્યારે પીએમ ઓલીએ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો, ત્યારે તેમણે યુવા પેઢી સાથે વાત કરી ન હતી. જ્યારે લોકો આ નિર્ણય સામે રસ્તા પર ઉતર્યા. કાઠમંડુ અને સમગ્ર નેપાળમાં વિરોધ પ્રદર્શન વધુ તીવ્ર બન્યા, ત્યારે સરકારે વિરોધીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો.
4. બળવાની ચિનગારીઓ ભડકી
ફાયરિંગની ઘટનામાં 19થી વધુ લોકો માર્યા ગયા હતા. જ્યારે 350થી વધુ ઘાયલ થયા હતા. ત્યાંના વિદ્યાર્થીઓના નેતૃત્વમાં થયેલા વિરોધ પ્રદર્શનોમાં પણ સામાન્ય લોકોનો ગુસ્સો દેખાઈ રહ્યો છે. કર્ફ્યુ અને સુરક્ષા દળોની ભારે તૈનાતી છતાં રાજધાની કાઠમંડુ અને અન્ય સ્થળોએ વિરોધીઓ એકઠા થયા છે. સરકારે હવે પ્રતિબંધ હટાવી લીધો હશે. પરંતુ બળવાની ચિનગારી હજુ પણ સળગી રહી છે.













