નેપાળમાં Gen Zઓના ઉગ્ર દેખાવમાં સરકારમાં ઉથલ-પાથલ સર્જાઇ છે. જેના કારણે પીએમ અને રાષ્ટ્રપતિ રાજીનામાં આપીને દેશ છોડીને ફરાર થઇ ગયા છે. આ સ્થિતિમાં સેનાએ મોર્ચો સંભાળ્યો છે.

સુશીલા કાર્કીનું નામ ચર્ચામાં

નેપાળમાં રાજકારણની સ્થિતિ તંગ છે. તેવામાં સત્તાનું સુકાન કોને આપવું એ મોટી સમસ્યા છે. Gen Zઓ યુવા નેતાઓમાં પોતાનો રસ દાખવી રહ્યા છે. ત્યારે Gen Zઓએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. તેઓએ દેશના વચગાળાના નેતૃત્વ માટે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીનું નામ આગળ કર્યુ છે. આ પગલું નેપાળના વર્તમાન રાજકારણ માટે જેટલું આઘાતજનક છે તેટલું જ આશાથી ભરેલું છે.

રાજકીય પક્ષ સાથે સાંઠ-ગાંઠ નહીં

સુશીલા કાર્કીનો જન્મ 7 જૂન 1952ના રોજ બિરાટનગરમાં થયો હતો. સાત ભાઇ-બહેન વચ્ચે સુશીલા સૌથી મોટા છે. સુશીલાએ કાયદાનો અભ્યાસ કર્યા બાદ 1979માં બિરાટનગરથી વકીલ તરીકે કારકિર્દી શરુ કરી હતી. 1985માં તેઓ મહેન્દ્ર મલ્ટીપલ કેમ્પસ, ધરાનમાં સહાયક અધ્યાપક તરીકે પણ કામ કર્યુ છે. વર્ષ 2007માં તેઓ વરિષ્ઠ વકીલ તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. 22 જાન્યુઆરી 2009ના રોજ તેઓ સુપ્રીમ કોર્ટના એડ-હોક જજ તરીકે નિયુક્ત થયા હતા. વર્ષ 2010માં સ્થાયી જજ અને 2016માં નેપાળના પ્રથમ ચીફ જસ્ટીસ તરીકે પણ પ્રખ્યાત થયા હતા. 11 જુલાઇ 2016થી લઇને 7 જૂન 2017 સુધી તેઓ સુપ્રીમ કોર્ટની પણ કમાન સંભાળી ચુક્ચા છે.

જનતાનો વિશ્વાસ જીતવામાં કાર્કી સફળ

કાઠમંડુના મેયર બાલેન્દ્ર શાહ અને યુવા નેતા સાગર ધકાલના નામ પણ ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ વિરોધ કરી રહેલા યુવાનો માનતા હતા કે વર્તમાન પરિસ્થિતિમાં ન્યાયી હોવાની છબી ધરાવતા કાર્કી જેવા વ્યક્તિત્વ જ જનતાનો વિશ્વાસ જીતી શકે છે. આર્મી ચીફ અશોક રાજ સિગ્ડેલે અગાઉ સૂચન કર્યું હતું કે વિરોધીઓએ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી અથવા દુર્ગા પ્રસાઈ સાથે વાત કરવી જોઈએ. પરંતુ યુવાનોએ આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. તેઓ રાજકીય એજન્ડા ધરાવતી કોઈપણ શક્તિથી પોતાને દૂર રાખવા માંગે છે.

  • Follow us on: