નેપાળની ડામાડોળ સત્તાને ફરી સ્થિર કરવા માટે નવા પીએમની પસંદગીની પ્રક્રિયાઓ ચાલી રહી છે. જેમાં નવા નામની એન્ટ્રી કરવામાં આવી છે. હમણા સુધી સુશિલા કાર્કીનું નામ આગળ ચાલી રહ્યુ હતુ. પરંતુ હવે તેઓએ પોતાનું નામ પરત ખેંચ્યુ છે. અને નેપાળમાં Gen Zઓએ નવા PM તરીકે કુલમન ઘિસિંગનું નામ આગળ કર્યુ છે.

પીએમ માટે વિવિધ નામો સામે આવ્યા

નેપાળ હાલ ગંભીર રાજકીય સંકટમાંથી પસાર થઇ રહ્યુ છે. કે.પી.શર્મા ઓલીની સરકારના પતન અને Gen-Zઓના પ્રદર્શનની વચ્ચે નવા પીએમ માટે વિવિધ નામો સામે આવ્યા હતા. જેમાં ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ સુશિલા કાર્કીનું નામ સૌથી આગળ હતુ. વચગાળાના નેતા તરીકે તેમનું નામ યુવાઓમાં લોકપ્રિય હતુ. પરંતુ હવે તેઓએ આ જવાબદારી લેવા માટે ઇન્કાર કર્યો છે. અંતરિમ નેતા તરીકે સુશિલા કાર્કીએ પોતાનું નામ પરત ખેંચ્યુ છે.

કુલમન ઘિસિંગનું નામ આગળ આવ્યુ 

હવે અંતરિમ નેતા તરીકે સુશિલા કાર્કીના સ્થાને કુલમન ઘિસિંગનું નામ આગળ આવ્યુ છે. કુલમન ઘિસિંગ યુવાઓ વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે. તેઓ વિજળી બોર્ડના સીઇઓ છે. વિજળી સમસ્યાઓ નિવારવા માટે કુલમન ઘિસિંગે મહત્ત્વનું યોગદાન આપ્યુ છે.

પહેલા હા પછી ના

સુશિલા કાર્કી પહેલાથી જ અંતરિમ પીએમ તરીકે જવાબદારી લેવા માટે ઇન્કાર કરી રહ્યા હતા. તેમને મનાવવા માટે સેના પ્રમુખ અશોક રાજ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અને મોડી રાત સુધી તમામ વાતચીતો ચાલી હતી. ત્યાર બાદ સુશિલા કાર્કીએ યુવાઓ અને સેનાના અનુરોધ પર સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. પરંતુ બાદમાં રાજકીય મતભેદ અને ટીકા-ટિપ્પણીઓના કારણે પોતાનું નામ પરત ખેંચ્યુ હોવાનું સામે આવ્યુ છે. 

  • Follow us on: