રશિયન દૂતાવાસમાં પ્રેસ કોન્ફરન્સ વખતે રશિયન રાજદૂત રોમન બાબુસ્કિને કહ્યું હતુ કે, SCO પરિષદ દરમિયાન પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન મુલાકાત કરશે. રશિયન રાજદૂત રોમન બાબુસ્કિને સંકેત આપ્યો હતો કે મોદી અને પુતિન ચીનમાં મળશે. અગાઉ, પીએમ મોદીએ પુતિન ઉપરાંત રશિયાના કાઝાનમાં શી જિનપિંગને મળ્યા હતા. અમેરિકાના વધતા દબાણ વચ્ચે પણ ભારત અને રશિયા વચ્ચે તેલ ખરીદી ચાલુ છે.
ટેરિફ વોરનું સંકટ
અમેરિકાના વધતા ટેરિફ છતાં, ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. રશિયન રાજદૂત રોમન બાબુસ્કિને SCO પરિષદમાં મોદી-પુતિનની મુલાકાતની પુષ્ટિ કરી છે. તેલ વેપાર ચાલુ રાખવા પર ભાર મૂકતા, તેમણે યુએસ દબાણ છતાં દ્વિપક્ષીય સંબંધોની મજબૂતાઈમાં વિશ્વાસ વ્યક્ત કર્યો. યુએસ દ્વારા વધતા ટેરિફ વચ્ચે ભારત અને રશિયાના સંબંધો વધુ ગાઢ બની રહ્યા છે. જો ભારત તેલ ખરીદવાનું બંધ કરશે, તો શું સંબંધો બગડશે? પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, મીડિયા કર્મચારીઓએ રશિયન રાજદૂતને પૂછ્યું કે જો ભારત યુએસ દબાણ હેઠળ રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે, તો ભારત-રશિયા સંબંધો પર શું અસર થશે? આ અંગે રોમન બાબુશકિને કહ્યું, સૌ પ્રથમ, આવું નહીં થાય, જો ક્યારેય આવી પરિસ્થિતિ ઊભી થાય, તો બંને દેશો સાથે મળીને ઉકેલ શોધી કાઢશે. આપણે આ કરી શકીએ છીએ.
રશિયાના ભારત અને ચીન સાથે સારા સંબંધો
આ પત્રકાર પરિષદ દરમિયાન ભારત-ચીન સંબંધો પર બોલતા રોમનએ કહ્યું કે રશિયા પણ બંને દેશો વચ્ચે સારા સંબંધો ઇચ્છે છે. તેમણે એમ પણ કહ્યું કે તેમને આશા છે કે રશિયા-ભારત-ચીન જોડાણ RIC ની બેઠક ટૂંક સમયમાં થાય.