શેખ હસીનાને જ્યારે ફાંસીની સજા સંભળાવવામાં આવી ત્યારે ICT કોર્ટમાં તાળીઓનો અવાજ સંભળાઇ રહ્યો હતો.
શેખ હસીનાના નામે રેકોર્ડ
શેખ હસીના વાજેદ એક બાંગ્લાદેશી રાજનેતા છે. જેઓ જાન્યુઆરી 2009થી બાંગ્લાદેશના પીએમ તરીકે સત્તા ભોગવી ચુક્યા છે. તેઓ બાંગ્લાદેશના ઇતિહાસમાં સૌથી લાંબા સુધી પીએમની ખુરશી પર બિરાજમાન રહ્યાનો રેકોર્ડ ધરાવે છે. ડિસેમ્બર 2021માં તેઓ દુનિયામાં સરકારની સૌથી લાંબા સમય સુધી સેવા કરનાર મહિલા પ્રમુખ બન્યા છે.
સૌથી લાંબા સમય સુધી પીએમ રહેનાર મહિલા
શેખ હસીના બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહમાનના પુત્રી છે. તેમની રાજનૈતિક સફર ચાર દશકથી પણ વધુ છે. તેઓએ 1986થી 1990 સુધી અને 1991થી 1995 સુધી વિપક્ષના નેતા તરીકે કામ કર્યુ છે. શેખ હસીનાએ 1981થી આવામી લીગનું નેતૃત્ત્વ કર્યુ હતુ. તેઓએ જૂન 1996થી જુલાઇ 2001 સુધી પીએમ તરીકે બાંગ્લાદેશની સત્તા સંભાળી હતી. તેઓે પીએમ તરીકે બીજા કાર્યકાળ માટે શપથ લીધા હતા. અને બાદમાં ત્રીજા કાર્યકાળ માટે શેખ હસીનાને ફરી સત્તાનું સુકાન સોંપાયુ હતુ. તેઓએ 2018માં ફરી જીત મેળવી હતી. અને ચોથા કાર્યકાળ માટે પણ પીએમ તરીકેનો તાજ પહેર્યો હતો.
દુનિયાની સૌથી શક્તિશાળી મહિલા
શેખ હસીનાને દુનિયાની સૌથી શક્તિશાળી મહિલાઓમાંથી એક માનવામાં આવા છે. તેઓને ફોર્બ્સ પત્રિકાની 2020માં દુનિયાની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં 39મું સ્થાન મળ્યુ હતુ. 2018માં તે 26માં અને 2017માં તેઓએ 30મો ક્રમ મેળવ્યો હતો. શેખ હસીનાને ટાઇમ પત્રિકાએ 2018ની દુનિયામાં 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં સામેલ કર્યા હતા.
રાજનૈતિક પરિવારમાં થયો જન્મ
શેખ હસીનાનો જન્મ 28 સપ્ટેમ્બર 1947ના રોજ થયો હતો. તેમનું જન્મ સ્થળ પાકિસ્તાનનું તુંગીપારા હતુ. શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહમાન હતા. જેઓ બાંગ્લાદેશના સંસ્થાપક પિતા અને પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેમની માતા શેખ ફાઝિલતુન્નેસા મુજીબ હતી. તેઓએ 1968માં ભૌતિક વૈજ્ઞાનિક એમ.એ.વાજેદ મિયાં સાથે લગ્ન કર્યા હતા.
લગ્ન જીવન અને રાજકીય સફર
બાંગ્લાદેશમાં સૈન્ય પરિવર્તન દરમિયાન 15 ઓગષ્ટ 1975ના રોજ તેમના પિતા અને તેમના પરિવારને અધિકાંશ લોકોની હત્યા બાદ, શેખ હસીનાને ભારતમાં શરણ આપી હતી. તેમના પુત્ર સજીબ વાજેદ જોયે ભારતીય બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. શેખ હસીનાની પુત્રીનું નામ સાઇમા વાજેદ છે. તે પણ માતા સાથે દરેક તબક્કે સક્રિય જોવા મળે છે.













