'
મુખ્ય સલાહકારના પ્રેસ સચિવ શફીકુલ આલમના જણાવ્યા અનુસાર બેઠકમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેના વેપાર અને આર્થિક સંબંધો પર ચર્ચા થઈ હતી.
બાંગ્લાદેશના ભારત માટે નફરતના શબ્દો
બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ અને પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ વચ્ચે આ બીજી મુલાકાત હતી. આ બેઠક દરમિયાન, યુનુસે અમેરિકામાં ભારત સામે ઝેર ઓક્યું. તેમણે જણાવ્યું હતું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો હાલમાં તણાવપૂર્ણ છે. ભારતને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો ગમતા નથી. જો કે આ તે જ સંઘર્ષો હતા જે પરિવર્તનની માંગ કરતા હતા. મોહમ્મદ યુનુસે આરોપ લગાવ્યો હતો કે, ભારત શેખ હસીનાને શરણ આપી રહ્યું હતું, જે સમસ્યાઓનું મૂળ હતા.
Also Read
Bangladesh News: વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બનતા Muhammad Yunusએ કટ્ટરપંથી જમાત પરનો પ્રતિબંધ હટાવ્યો અને શરુ થયો હોબાળો, જાણો કેવી રીતે?
Bangladesh News: Sheikh Hasinaની પાર્ટીના ચૂંટણી ચિહ્નને યાદીમાંથી દૂર કરી કેમ લેવાયુ એક્શન?, જાણો
Bangladesh News: આવામી લીગ અને બીએનપીમાં નથી હવે જનતાને વિશ્વાસ, જમાત-એ-ઇસ્લામીને મળ્યું સૌથી વધુ રેટિંગ
મોહમ્મદ યુનુસે શું લગાવ્યા આરોપ ?
મોહમ્મદ યુનુસે આરોપ લગાવ્યો કે, બીજી બાજુથી સતત ખોટા સમાચાર અને પ્રચાર ફેલાવવામાં આવી રહ્યા છે. જેમાં આ આંદોલનને "ઇસ્લામિક ચળવળ" કહેવામાં આવી રહી છે અને યુવાનોને તાલિબાન કહીને બદનામ કરવામાં આવી રહ્યા છે. યુનુસે કહ્યું કે તેમને તાલિબાની પણ કહેવામાં આવ્યા હતા. મોહમ્મદ યુનુસે દક્ષિણ એશિયન પ્રાદેશિક સહકાર સંગઠનને ફરીથી સક્રિય કરવા માટે પણ હાકલ કરી હતી. તેમણે સંગઠનની નિષ્ક્રિયતા માટે ભારતને દોષી ઠેરવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેઓ દક્ષિણ એશિયન પ્રાદેશિક સહકાર સંગઠનને ફરીથી શરૂ કરવા માંગતા હતા. પરંતુ તે એક દેશના રાજકારણમાં બંધબેસતું નથી.
વિવિધ રાજનેતાઓ સાથે મુલાકાત
શફીકુલ આલમના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની પીએમ સાથે મુલાકાત બાદ મોહમ્મદ યુનુસે ત્રીજા દિવસે ઇટાલીના પીએમ જ્યોર્જિયો મેલોની, ફિનિશ રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ અને કોસોવોના રાષ્ટ્રપતિ વજોસા ઓસ્માની સાથે વાતચીત કરી હતી. શફીકુલ આલમે ન્યૂયોર્કમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતુ કે, દરેક બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ હતી અને અમે કહીશું કે આ બેઠકો દ્વારા, આ દેશો સાથેના અમારા સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે. ફિનલેન્ડ અને ઇટાલીએ બાંગ્લાદેશમાં લોકશાહી પરિવર્તન સુનિશ્ચિત કરવા માટે આગામી ચૂંટણીઓ માટે પોતાનો ટેકો વ્યક્ત કર્યો છે.










