હવે ફરીવાર ડૉનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક એકસાથે દેખાતા અમેરિકાની રાજનીતિમાં હલચલ જોવા મળી રહી છે. ચાર્લી કિર્કના શ્રદ્ધાંજલિ સભામાં આ બન્ને મહાનુભવો એકબીજાની આજુબાજુમાં બેઠા હતા. અને વાતચીત કરી હતી.
નારાજગી બાદ ફરી મુલાકાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના સીઇઓ એલન મસ્ક અલગ થયા બાદ 21 સપ્ટેમ્બરે ફરી તેઓ એકસાથે દેખાતા અટકળો તેજ થઇ છે. ચાર્લી કિર્કની શ્રદ્ધાંજલિ સભામાં આ બન્ને મિત્રો એકસાથે દેખાયા હતા. આ બન્ને મિત્રો જાહેર સ્ટેજ પર એકબીજાની સાથે દેખાયા હતા. ટ્રમ્પ સરકારમાં મસ્કે મહત્ત્વનું પદ સંભાળ્યુ હતુ. પરંતુ સમયની સાથે ટ્રમ્પ અને મસ્ક વચ્ચે વિવાદ સર્જાયો હતો. અને મસ્કે પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ હતુ. મસ્કે પોતાની એક અલગ રાજકીય પાર્ટી બનાવી છે. હવે આ બન્ને જુના મિત્રો ફરી એકસાથે વાતચીત કરતા દેખાયા છે.
ટ્રમ્પ અને મસ્કની ખાસ મુલાકાત
31 વર્ષીય ચાર્લી કિર્ક અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગી હતા. તેઓએ 10 સ્પ્ટેમ્બરના રોજ એક જાહેર કાર્યક્રમમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમની યાદમાં રિપબ્લિકન કંઝર્વેટિવ અને સમર્થકો એકત્ર થાય હતા. આ કાર્યક્રમ દરમિયાન ડૉનાલ્ડ ટ્ર્મ્પ અને એલન મસ્ક એકસાથે દેખાયા હતા. અહીં તેઓ સાથે બેઠા હતા. અને વાતચીત કરતા જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં સ્ટેજ પર આવવા પહેલા મસ્કે ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. અને તેમની બાજુમાં બેઠા હતા.
ટીકા-ટિપ્પણી બાદ ફરી સાથે દેખાયા
મસ્કે સોશિયલ મીડિયા પર બન્ને ફોટો પોસ્ટ કરી હતી અને કેપ્શનમાં લખ્યુ હતુ, ‘For Charlie’. આ મુલાકાત એટલા માટે મહત્ત્વની ગણવામાં આવે છે. કારણ કે બન્ને વચ્ચે જુન મહિનામાં વાદ-વિવાદ સર્જાયો હતો. અને ટ્રમ્પ તથા મસ્કે એકબીજાની સતત ટીકા-ટિપ્પણીઓ કરી હતી. આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે, ચાર્લી કિર્કે અગાઉ કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, એક દિવસ ટ્રમ્પ અને મસ્ક ફરી સાથે આવશે. તેઓ એકબીજા સાથે મજબૂત છે. અને ચાર્લી કિર્કની શ્રદ્ધાંજલિ સભામાં તેઓ એકસાથે દેખાયા હતા. અને ચર્ચાઓનો દૌર શરુ થયો હતો.













