પીએમ મોદીને જાપાનમાં સાંસ્કૃતિક ભેટ આપવામાં આવી છે. દરુમ-જી મંદિરના મુખ્ય પૂજારી રેવ સેઇશી હિરોસેએ તેમને પારંપરિક દરુમા ડૉલ ભેટમાં આપી છે. જાપાનમાં દરુમા ડૉલ માત્ર લોકપ્રિય સ્મૃતિ ચિહ્ન નહી પરંતુ ક્યારેયપણ કોઇપણ પરિસ્થિતિમાં હાર ન માનવા માટેનું સકારાત્મક પ્રતિક છે. આ ઢીંગલી હમેંશા વિકટ સ્થિતિમાં જીત કેવી રીતે મેળવવી એ શિખવે છે.


દરુમા ઢીંગલી કેમ છે ખાસ ? 

જાપાનના ટોક્યોમાં શોરિંઝાન દારૂમા-જી મંદિરના મુખ્ય પૂજારીએ પીએમ મોદીને દારૂમા ઢીંગલી ભેટમાં આપી છે. આ ઢીંગલી હવે ચર્ચાનું કેન્દ્ર બની છે. દરુમા ઢીંગલી દ્રઢતા અને ઇચ્છાપૂર્તિનું પ્રતિક છે. જે હાર ન માનવાની ભાવનાને દર્શાવે છે. જાપાનમાં દરુમા ઢીંગલીને સારા નસીબ, ખુશી અને સહનશક્તિના પ્રતીક તરીકે જોવામાં આવે છે. દરુમા ઢીંગલી સામાન્ય રીતે આંખો વિનાની જ વેચાય છે. દરુમા લાલ રંગની હોય છે. કારણ કે લાલ રંગ ખરાબ આત્માને દૂર કરનારો માનવામાં આવે છે. લક્ષ્ય નિર્ધારિત કરીને એક આંખ દોરવામાં આવે છે. જ્યારે લક્ષ્ય પૂર્ણ થાય ત્યારે બીજી આંખ દોરીને દરુમાનો આભાર માનવામાં આવે છે. દારુમાને ખરીદ્યે એક વર્ષ પછી તમે જ્યાંથી ખરીદી હતી ત્યાં અથવા નજીકના બૌદ્ધ મંદિરમાં લઇ જઇને તેનો નિકાલ કરવામાં આવે છે. જાપાની દરુમા ઢીંગલી મિત્રો અને પ્રિયજનોને તાવીજ અથવા પ્રોત્સાહનની ભેટ તરીકે આપવામાં આવે છે.

https://www.instagram.com/reel/DN8EfuRAmAo/?utm_source=ig_web_copy_link 

દરુમા ઢીંગલીની બનાવટ

દરુમા ઢીંગલીની બનાવટ ખાસ પ્રકારે કરવામાં આવે છે. તે ગોળ આકારે કરવામાં આવે છે. તેનો નીચેનો ભાગ એવી રીતે બનાવવામાં આવે છે કે જો તમે તેને નીચે પાડી પણ દો તો પણ તે જાતે જ ઉભી થઇ જાય છે. જાપાનમાં તેને કહેવત સાથે જોડવામાં આવે છે. 'સાત વખત પડો અને આઠમી વાર ઉભા થાવ'. તેથી જ તેને સફળતા અને લક્ષ્ય પ્રાપ્તીનું પ્રતિક ગણવામાં આવે છે. જાપાની પરંપરા અનુસાર જ્યારે કોઇ વ્યક્તિ પોતાનું લક્ષ્ય નક્કી કરે છે. ત્યારે તે ઢીંગલીની એક આંખ બનાવે છે. અને લક્ષ્ય પ્રાપ્ત કર્યા બાદ તેની બીજી આંખ બનાવવામાં આવે છે. આનું કારણ એ છે કે, આ ઢીંગલી મહેનત અને સિદ્ધિની ઉત્તમ સાક્ષી બને છે

દરુમા ઢીંગલી સાથેનો સંબંધ

દરુમા ઢીંગલી જાપાન સુધી જ નહી પણ ભારત સુધી પોતાના સંબંધ ધરાવે છે. દરુમા ઢીંગલીનું સ્વરૂપ બોધિધર્મ સાથે પ્રેરિત છે. દક્ષિણ ભારતના કાંચીપુરમમાં રહેનાર એક બૌદ્ધ ભિક્ષુક હતા. જેમને જાપાનમાં દરુમા દૈશી નામથી ઓળખવામાં આવતા હતા. એવું કહેવામાં આવે છે કે, બોધિધર્મે સતત 9 વર્ષ સુધી દિવાલ તરફ મોઢું કરીને ધ્યાન કેન્દ્રીત કરીને તપ-સાધના કરી હતી. આ તપ-સાધનાના કારણે દારુમાં ઢીંગલીને હાથ-પગ વિના અને ગોળ આકારમાં બનાવવામાં આવી છે. દરુમા ઢીંગલીની આંખો ખુલ્લી એટલા માટે રાખે છે કે તેનાથી લોકો પોતાના સ્વપ્ન અને સંકલ્પ પૂર્ણ કરી શકે. 

  • Follow us on: