પીએમ મોદી જાપાનના પ્રવાસે પહોંચ્યા છે. ત્યાંના ભારતીય સમુદાયના લોકોમાં ઉત્સાહનો માહોલ છે. ભારતીય સમુદાય દ્વારા ઉત્સાહ ભેર પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદી જાપાનમાં 15માં ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લઇ રહ્યા છે. આ પ્રસંગે પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે ભારત સૌથી શ્રેષ્ઠ પ્રોમિશિંગ ડેસ્ટિનેશન છે. પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતમાં રાજનીતિક અને આર્થિક સ્થિરતા છે. 


જાપાન-ભારતની મહત્વની ભાગીદારી- પીએમ મોદી 

 જાપાન ભારતના વિકાસાત્મક સહયોગ મજબૂત બની રહ્યા છે. મેટ્રોથી લઇને બુલેટ સુધી અમારી ભાગીદારી છે. ઓટો સેક્ટરમાં પણ અમારી મહત્વની ભાગીદારી છે.  ભારત રોકાણ માટે સૌથી શ્રેષ્ઠ છે તેમ પણ જણાવ્યું. સાથે જ કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે.  બહુ જલ્દી ભારત ત્રીજી અર્થ વ્યવસ્થા બનશે. વિશ્વએ અમારી નીતિઓની સરાહના કરી છે.  

ટેલેન્ટનું પાવર હાઉસ- પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે ભારત ટેલેન્ટનું પાવર હાઉસ છે. ભારત રોકાણ કરવા માટેસૌથી શ્રેષ્ઠ છે.  વિશ્વ પણ અમારી નીતિઓના વખાણ કરે છે. રિફોર્મ, પર્ફોમ અને ટ્રાન્સફોર્મ તે અમારો વિચાર છે. ભારત દુનિયાની સૌથી ઝડપી વિકાસ કરનારી અર્થવ્યવસ્થા છે. 


જાપાની કંપનીઓનું ભારતમાં રોકાણ વધ્યું-પીએમ મોદી 

 પીએમ મોદીએ કહ્યું કે ભારત રોકાણ માટે સૌથી આશાસ્પદ સ્થળ છે. 80 ટકા કંપનીઓ ભારતમાં વિસ્તરણ કરવા માંગે છે અને 75 ટકા કંપનીઓ પહેલેથી જ નફાકારક છે. આનો અર્થ એ છે કે ભારતમાં મૂડી માત્ર વધતી જ નથી પણ ગુણાકાર પણ થાય છે. વધુમાં કહ્યું કે જાપાન હંમેશા ભારતની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે. મેટ્રોથી ઉત્પાદન સુધી, સેમિકન્ડક્ટરથી સ્ટાર્ટઅપ્સ સુધી, અમારી ભાગીદારી પરસ્પર વિશ્વાસનું પ્રતીક બની ગઈ છે અને જાપાની કંપનીઓએ ભારતમાં $40 બિલિયનથી વધુનું રોકાણ કર્યું છે


  • Follow us on: