નેપાળના વચગાળાની સરકારના પીએમ સુશીલા કાર્કીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. અને કહ્યુ હતુ કે, તેઓ અહીં સત્તાનો સ્વાદ ચાખવા નથી આવ્યા. સરકારી મિલકતોને નુકસાન પહોંચાનારા લોકો સામે એક્શન લેવામાં આવશે.

માત્ર 6 મહિના જ રોકાશું: સુશીલા કાર્કી

12 સપ્ટેમ્બરના રોજ નેપાળના વચગાળાની સરકારના પીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ સુશીલા કાર્કીએ દેશ માટે કડક નિર્ણયો લેવાનું શરુ કર્યુ છે. તેઓએ પત્રકારોને સંબોધતા કહ્યુ હતુ કે, તેમની સરકાર અહીં 6 મહિનાથી વધુ નહી રોકાય. બાદમાં સંસદને તમામ જવાબદારીઓ સોંપવામાં આવશે. નેપાળના વચગાળાની સરકારના પીએમ સુશીલા કાર્કીએ જાહેરાત કરી હતી કે, સરકાર વિરોધી આંદોલનોમાં માર્યા ગયેલા લોકોને શહીદ જાહેર કરવામાં આવશે.

Gen Z વિચારધારાને અનુસરીશું: સુશીલા કાર્કી

સુશીલા કાર્કીએ કહ્યુ હતુ કે, નેપાળની જનતાના સમર્થન વિના તેઓ સફળ નેતૃત્ત્વ નહી કરી શકે. નેપાળમાં 27 કલાક સૌથી લાંબુ આંદોલન પ્રથમ વાર થયુ છે. જનતા ભ્રષ્ટાચાર ખત્મ કરવા માટે માગ કરી રહ્યા છે. નેપાળને ફરી ઉભુ કરવા માટે તમામ લોકોએ એકત્ર થવું પડશે. દેશને ફરી મજબૂત કરવા માટે એકતાની જરુર છે. સુશીલા કાર્કીએ વધુમાં કહ્યુ હતુ કે, તેઓ Gen Z વિચારધારા મુજબ આગળ વધશે અને કાર્ય કરશે.

આંદોલનમાં 50થી વધુ લોકોના મોત

કાઠમંડુ અને અન્ય સ્થળોએ પરિસ્થિતિઓ સામાન્ય થઇ રહી છે. વાહન-વ્યવહાર ધીમો થયો છે. અને બજાર પણ ધીરે-ધીરે ખુલી રહ્યા છે. નેપાળના વચગાળાની સરકારના પીએમ સુશીલ કાર્કીની નિયુક્ત બાદ જનતામાં નવી આશા જોવા મળી રહી છે. Gen Zના પ્રદર્શનમાં ભૂતપૂર્વ પીએમ કે.પી. ઓલી શર્મા વિરુદ્ધ આંદોલનો શરુ કરાયા હતા. જેમાં 50થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. 

  • Follow us on: