પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યુ હતુ કે, જો બન્ને દેશ વચ્ચેની શાંતિ વાર્તા સફળ નહી થાય તો પાકિસ્તાન અફઘાનિસ્તાન સામે કાર્યવાહી કરશે.

બન્ને દેશ વચ્ચે શાંતિ વાર્તા યથાવત્

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ચેતવણી આપી છે કે, જો તુર્કિયેમાં ચાલી રહેલી શાંતિ મંત્રણા નિષ્ફળ થશે તો પાકિસ્તાન અફઘાનિસ્તાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી શકે છે. ઓક્ટોબરમાં બંધ થયેલી બન્ને દેશ વચ્ચેની શાંતિ વાર્તા બંધ થઇ હતી. હવે તે તુર્કીયેમાં ફરી શરુ કરવામાં આવી છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે, બન્ને દેશ વચ્ચે સ્થિગત કરાયેલી શાંતિ વાર્તા ફરી શરુ કરવામાં આવી છે. આ શાંતિ વાર્તામાં સીઝફાયર યથાવત્ રાખવું, તાલિબાન સમર્થિત આતંકીઓને શરણ આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

પાકિસ્તાનના કાબુલ પર આરોપો

પાકિસ્તાન લાંબા સમયથી આરોપ લગાવતું આવ્યું છે કે કાબુલ સરકાર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનને આશ્રય આપે છે. આના કારણે બંને દેશો વચ્ચે સરહદ પર તણાવ વધ્યો છે. 2025માં અત્યાર સુધીમાં 1,073 પાકિસ્તાની સૈનિકો અને સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા છે. જેમાં 70-80% હુમલા TTP જેવા બળવાખોર જૂથો દ્વારા કરવામાં આવ્યા છે. આનાથી પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા પર ભારે દબાણ આવ્યું છે. આ જ કારણ છે કે ઇસ્લામાબાદ હવે વાતચીતની વાત કરી રહ્યું છે, પરંતુ કાર્યવાહીની ધમકી પણ આપી રહ્યું છે.

આંતરિક બળવાનો વધ્યો બોજો

ખ્વાજા આસિફનું નિવેદન પાકિસ્તાનની વ્યૂહાત્મક નબળાઈઓને પણ પ્રકાશિત કરે છે. દેશ પર હાલમાં આશરે $270 બિલિયનનું વિદેશી દેવું છે. આંતરિક બળવો, રાજકીય અસ્થિરતા અને આર્થિક કટોકટીએ સૈન્ય પર ભારે બોજ નાખ્યો છે. વિશ્લેષકો માને છે કે લશ્કરી કાર્યવાહી માટે હાકલ આંતરિક દબાણને દૂર કરવાનો અને જનતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવવાનો એક માર્ગ હોઈ શકે છે. પાકિસ્તાન પરમાણુ શક્તિ હોઈ શકે છે, પરંતુ લાંબા યુદ્ધનો સામનો કરવાની તેની ક્ષમતા મર્યાદિત છે.

  • Follow us on: