રશિયા અને યુક્રેન જંગને આજે 1269 દિવસ પુરા થઇ ચુક્યા છે. સમગ્ર વિશ્વની નજર 15 ઓગષ્ટે અલાસ્કામાં યોજાનારી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠક પર છે. શું બંને નેતાઓ વચ્ચેની આ વાતચીત સફળ રહેશે કે કે પછી સમસ્યા વધી જશે તે આગામી કલાકોમાં ખબર પડી જશે
અલાસ્કા શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
પણ અત્યારે તો અલાસ્કા શહેરના દરેક ખૂણે અમેરિકન સિક્રેટ સર્વિસ અને રશિયન સુરક્ષા દળોની હાજરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનની મહત્વપૂર્ણ મુલાકાત આજે જ એંકોરેજમાં થવાની છે. આ મુલાકાત માટે અમેરિકન સિક્રેટ સર્વિસે સ્થાનિક રિયલ એસ્ટેટ એજન્ટો અને હોટલ માલિકોને ફોન કરીને સેકડો એજન્ટો અને અધિકારીઓ માટે નિવાસની વ્યવસ્થા માટે પ્રયાસો કર્યા.
Also Read
Trump Putin Alaska Meet: મુલાકાત પહેલા જ પૂર્વ ચીફ મેજર જનરલે કર્યો ખુલાસો, અમેરિકાના રાષ્ટ્રપતિ સામે વધી શકે છે મુશ્કેલીઓ
Putin Trump Meeting: બન્ને રાષ્ટ્રપતિની મુલાકાતની સાથે 'કોકેઈન કેસ' વિમાન પણ આવ્યુ ચર્ચામાં, જાણો શું છે મામલો?
Trump Putin Meeting at Alaska: ટ્રમ્પે બેઠક પહેલા રશિયાને આપી ભેટ, શું યુક્રેન માટે પુતિનના વલણ પડશે નરમ?
સુરક્ષા ઓપરેશન બની ગયું પડકારપૂર્ણ મિશન
અહેવાલો અનુસાર, આ સુરક્ષા ઓપરેશન માત્ર એક સપ્તાહમાં તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં બંને રાષ્ટ્રપતિઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી મુખ્ય હેતુ હતો. બંને નેતાઓની ચારેય બાજુ ભારે હથિયારો સાથે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બેઠક અમેરિકાની જમીન પર થઈ રહી છે, તેમ છતાં સિક્રેટ સર્વિસને હથિયાર, કમ્યુનિકેશન ડિવાઈસ અને મેડિકલ સાધનો લાવવામાં કોઈ તકલીફ ન પડી. પરંતુ એંકોરેજમાં હોટલ અને વાહનસાધનોની મર્યાદિત સુવિધાઓ તેમને માટે મોટી અડચણ બની.
બેઠક મિલિટરી બેસ પર થવાથી કેટલીક સમસ્યાઓ ઉકલી ગઈ
અલાસ્કાના ગવર્નર માઈક ડનલીવીએ જણાવ્યું કે જ્યારે વિશ્વના બે શક્તિશાળી નેતાઓ વચ્ચે બેઠક થઈ રહી છે, તે સમયે એંકોરેજમાં ટુરિઝમનું પીક સીઝન પણ ચાલી રહ્યું છે. તેથી હોટલ અને વાહનોની ભારે અછત છે. જોકે બેઠક મિલિટરી બેસ પર થવાથી કેટલીક સમસ્યાઓ ઉકલી ગઈ છે.
બેઠક નું સ્થળ
આ બેઠક જ્વાઈન્ટ બેસ એલ્મેંડોર્ફ-રિચર્ડસન ખાતે થઈ રહી છે, જે રશિયા થી લગભગ 1,000 માઈલ દૂર આવેલું છે. આ બેઝ શીત યુદ્ધના સમયમાં એક મહત્વપૂર્ણ નજરદારી કેન્દ્ર હતું અને આજે પણ વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વનું છે.
બંદૂકથી લઈને અનુવાદક સુધી બધું હાજર
રાજનૈતિક પ્રોટોકોલ મુજબ, બંને નેતાઓને સમાન સ્તરની સુવિધાઓ આપવામાં આવી છે. જો એક રૂમ બહાર 10 અમેરિકન એજન્ટ છે, તો બીજી બાજુ પણ 10 રશિયન એજન્ટ રહેશે. બંને પક્ષ પોતપોતાની ગાડીઓ, અનુવાદકો સાથે આવ્યા છે. નેતાઓની હિલચાલ પણ આ રીતે આયોજનબદ્ધ છે કે એકબીજાના સીધા સંપર્કમાં ન આવે અને સુરક્ષા માટે કોઈ ખતરાની શક્યતા ન રહે.
સ્થાનિક અસર અને રાજ્યની ભૂમિકા
એંકોરેજમાં હોટલો સંપૂર્ણ ભરાઈ ગઈ છે. રેન્ટલ કાર કંપનીઓએ તેમના લોટ્સ ખાલી કરી દીધા છે જેથી બંને રાષ્ટ્રપતિઓના કાફલાં માટે જગ્યા બનાવી શકાય. સિક્રેટ સર્વિસ એજન્ટો કાળાં સૂટ અને ઈયરપીસ પહેરીને દરેક ચોક પર તૈનાત છે, તો કેટલાક સામાન્ય વસ્ત્રોમાં કોફી શોપ અને પાર્કિંગ ગેરેજમાં નજર રાખી રહ્યા છે. અલાસ્કા સ્ટેટ ટ્રૂપર્સ અને લોકલ પોલીસને પણ કાફલાના રૂટમાં સામેલ કરવામાં આવ્યા છે અને તેની માટે ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
રાજકીય અને કૂટનીતિક એજન્ડા
ટ્રમ્પે આ બેઠકને "ફીલ-આઉટ" મીટીંગ કહીછે, જેમાં યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાની શક્યતાઓ અંગે ચર્ચા થવાની છે. તેમ છતાં તેમણે સંકેત આપ્યો છે કે ક્ષેત્રિય ફેરફાર પણ કરારનો હિસ્સો બની શકે છે. બીજી તરફ પુતિને ટ્રમ્પના પ્રયાસોની પ્રશંસા કરી છે અને આર્થિક સહકાર તેમજ નવા હથિયાર નિયંત્રણ કરારની શક્યતા વ્યક્ત કરી છે.
આ બેઠકને લઈને સ્થાનિક વહીવટીતંત્ર, સુરક્ષા એજન્સીઓ અને રાજદૂત વિભાગ સંપૂર્ણ એલર્ટ પર છે.










