કજાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના પૂર્વ ચીફ મેજર જનરલ અલનૂર મુસાયેવે દાવો કર્યો છે. અને કહ્યુ છે કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પાસે એવા વીડિયો અને દસ્તાવેજ છે. જે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને બરબાદ કરી શકે છે. પૂર્વ સોવિયત અને કજાખ સુરક્ષા અધિકારીએ આ દાવો ટ્રમ્પ અને પુતિનની અલાસ્કામાં થનાર બેઠક પહેલા કરતા ચારેય બાજુ ચર્ચાએ જોર પકડ્યુ છે.


ટ્રમ્પ-પુતિનની મુલાકાત પર સૌ કોઇની નજર

જનરલ અલનૂર મુસાયેવ સોવિયત રશિયામાં ગુપ્તચર એજન્સી KGBના અધિકારી પણ રહી ચુક્યા છે. સોવિયત સંઘ તૂટ્યા બાદ મુસાયેવ કજાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના અધ્યક્ષ બન્યા હતા. ફેબ્રુઆરી 2025માં મુસાયેવે દાવો કર્યો છે કે, સોવિયત રશિયાએ 1987માં ડૉનાલ્ડ ટ્રમ્પને KGB એજન્ટના રૂપમાં ભરતી કર્યા હતા. કથિત દસ્તાવેજોમાં સગીર વિરુદ્ધ યૌન શોષણના અપરાધ અને રશિયા, કજાકિસ્તાન તથા અન્ય પૂર્વ સોવિયત રાજ્યો સાથે જોડાયેલા આર્થિક લેન-દેનના પુરાવા પણ સામેલ છે. સેક્સ રેકેટ ચલાવનાર જેફરી એપસ્ટીન સાથે જોડાયેલા દસ્તાવેજ, મહિલાઓ અને સગીરા વિરુદ્ધ યૌન શોષણના વીડિયો પણ સામેલ છે. જનરલ અલનૂર મુસાયેવે દાવો કર્યો છે કે, આ દસ્તાવેજો FSB પાસે છે. આ પુરાવાનો ઉપયોગ ટ્રમ્પ પર દબાણ લાવવા માટે કરી શકાય છે.

યૂક્રેન યુદ્ધને ખત્મ કરવા મામલે ચર્ચા

જનરલ અલનૂર મુસાયેવે વધુમાં કહ્યુ હતુ કે, કજાકિસ્તાનના વેપારીઓએ જેફરી એપસ્ટીનના ખાનગી આઇલેન્ડ અને ટ્રમ્પના ફ્લોરિડા સ્થિત માર-એ-લાગો રિસોર્ટમાં યુવતીઓની સપ્લાઇ કરી હતી. તેમાં મુખ્યરૂપથી ટોફિક આરિફોવ નામનો શખ્શ સામેલ છે. જેના વિરુદ્ધ 1990ના દશકમાં ગુનાઓ સામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ FSBના અનુરોધ બાદ તેને પરત ખેંચવામાં આવ્યા હતા. ટ્રમ્પ અને પુતિન 15મી ઓગષ્ટના રોજ અલાસ્કામાં મુલાકાત કરશે. અગાઉ તેઓ વર્ષ 2019માં જાપાનમાં G-20 સમિટમાં સામેલ થયા હતા. અલાસ્કાના એંકોરેજમાં થનાર મુલાકાતમાં યૂક્રેન યુદ્ધને ખત્મ કરવા મામલે ચર્ચા કરવામાં આવશે. 

  • Follow us on: