હમણાં થોડા સમય પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિએ અમેરિકાના પીઠબળના જોરે રશિયા સામે યુદ્ધ અંગેનું મોટું નિવેદન કરી નાખ્યું ત્યારે હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કઈક એવું કરવા જઈ રહ્યા છે કે યુક્રેનની સાથે સાથે દુનિયાની પણ ઊંઘ ઊડી જાય એમ છે.


શું રશિયા સોવિયેત યુનિયન બનશે?

એક કે બે નહીં પણ છેલ્લા 3 વર્ષથી રશિયા અને યુક્રેન સામ સામે ટક્કર લઈ રહ્યા છે અને આ બંનેની ટક્કર નો કોઈ અંત ન આવતા આખરે હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ યુદ્ધ બાબતે એક ખાસ અને ગુપ્ત કહી શકાય એવી મુલાકાત કરવા જઈ રહ્યા છે ત્યારે બંને લીડર વચ્ચે ચકમક થયા બાદ અચાનક ગોઠવાયેલ આ ગુપ્ત મુલાકાતના સમાચારથી હાલ યુક્રેન સહિત આખી દુનિયા બંને વચ્ચે યોજાનાર આ મુલાકાત પર કાન રાખીને બેઠી છે.

શું યુક્રેનને થશે કોઈ અસર?

હજી તો રશિયા અને અમેરિકાના લીડર વચ્ચે મુલાકાત થવાની છે એવી વાતો અને ચર્ચાઓ વહેતી થઈ છે ત્યાંતો આ મુલાકાત બાદ યુક્રેનને શું અસર થઈ શકે છે એ અંગેની વાતો પણ શરૂ થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચે આ મુલાકાત કયા થશે, કયારે થશે કેવી રીતે થશે જેવી તમામ બાબતો હાલ એકદમ ગુપ્ત રાખવામાં આવી રહી છે. વ્હાઇટ હાઉસ તરફથી બંને દેશના લીડર વચ્ચે મુલાકાતની સમજૂતી સિવાય વિશેષ એકપણ વાતનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.

ઝેલેન્સકીને જાણ કર્યા વગર મુલાકાત

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને જાહેરમાં રશિયા સામે ટેકો આપ્યા બાદ હવે જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાના વડા વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરવા જતાં ઝેલેન્સકીના પેટમાં પાણી રેડાયું છે. ઝેલેન્સકી અગાઉ ઘણીવાર કહી ચૂક્યા છે કે ભવિષ્યમાં જ્યારે પણ રશિયા અને અમેરિકા વચ્ચે આ યુદ્ધ અંગે કોઈ પણ પ્રકારની બેઠક યોજાય તો તેમની હાજરી વગર ન યોજાય. એવામાં વ્હાઇટ હાઉસ તરફથી મળતી માહિતીઓ પરથી એક વાત બિલકુલ સ્પષ્ટ થાય છે કે આ મુલાકાતની જાણ ઝેલેન્સકીને પણ નહીં કરવામાં આવે.


  • Follow us on: