એક તરફ ઇઝરાયલ અને ઇરાનના યુદ્ધમાં માંડ શાંતિ થઈ છે. આખું વિશ્વ એક બિહામણાં ભવિષ્યના વિચારોથી માંડ મુક્તિ પામ્યું છે ત્યાં હવે રશિયાએ ફરીવાર યુક્રેન પર વિનાશક હુમલો કરવાનું ચાલુ કર્યું છે અને આ યુદ્ધમાં કઈક મોટું થવાની ભીતિ એટલા માટે સેવાઇ રહી છે કેમકે આ હુમલો યુક્રેનને શસ્ત્રો પૂરા પાડવાની નાટો દેશોની બેઠક પહેલા કરવામાં આવ્યો છે.


નાટો દેશોની બેઠક પહેલા રશિયાએ કર્યો હુમલો

રશિયાએ યુક્રેનના કિવ પર કરેલ વિનાશક હુમલાએ હાલ આખા વિશ્વની નજર તેના તરફ ખેંચી છે. રશિયાએ યુક્રેનના કિવ પર આ હુમલો ત્યારે કર્યો જ્યારે યુક્રેનને શસ્ત્રો પૂરા પાડવાની એક યોજના અને વિચાર કરવા માટે નાટો દેશોની એક બેઠક થવાની હતી, પરંતુ આ બેઠકનું કોઈ આયોજન થાય એ પહેલાજ રશિયાએ નાટો દેશોના આ આયોજન પાર પાણી ફેરવી નાખ્યું છે. રશિયાએ કિવ પર એટલો ભયાનક હુમલો કર્યો છે કે ત્યાંથી ઘણા લોકોના માર્યા ગયા હોવાના પણ સમાચાર આમે આવ્યા છે.

યુક્રેનના હવાઈ સંરક્ષણની નબળાઈ

રશિયાએ યુક્રેનના કિવ પર કરેલા આ હુમલા બાદ રક્ષા વિશેષજ્ઞોનું માનવું છે કે યુક્રેન પર થયેલા આ ભયાનક હુમલાનું એક માત્ર કારણ યુક્રેનના હવાઈ સંરક્ષણની નબળાઈ છે. નાટો દેશોની બેઠક પહેલા રશિયાએ યુક્રેન પર કરેલ આ હવાઈ હુમલો આ મહિનાનો સૌથી મોટો અને ભયાનક હુમલો માનવામાં આવે છે. હવે આ હુમલા બાદ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પર મોટી કાર્યવાહી કરી શકે છે કેમકે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આયોજિત આ બેઠક પહેલા રશિયાએ કરેલ આ હુમલા બાદ હવે બ્રિટન અને જર્મની તેમના નાટો દેશોના સંગઠન સાથે કડક પગલાં લઈ શકે છે.

રશિયાના હુમલાઓ તીવ્ર બન્યા

તાજેતરના મહિનામાં રશિયાએ યુક્રેન પર આ સૌથી મોટો વિનાશક હુમલો કર્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે જેમ જેમ યુદ્ધ આગળ વધતું જાય છે એમ એમ રશિયાના હુમલાઓ યુક્રેન પર વધારે તીવ્ર અને ઘાતક બનતા જાય છે. રશિયાએ યુક્રેન પર કરેલા આ હુમલામાં લાંબા અંતરના હુમલાઓ માટે વપરાતી મિસાઈલોનો ઉપયોગ કર્યો છે. સોમવારે રાત્રે કિવ પર થયેલા ડ્રોન અને મિસાઇલ હુમલાએ યુક્રેનના હવાઈ સંરક્ષણની નબળાઈ અને લશ્કરી સહાયની જરૂરિયાતને ઉજાગર કરી છે.

  • Follow us on: