અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે મિત્રતા કરાવવા માટે ચીનના રાષ્ટ્રપતિ ધમપછાડા કરી રહ્યા છે. શી જિનપિંગ આ માટે તમામ પ્રયત્નો હાથ ધરી રહ્યા છે. ટ્રમ્પ અને પુતિન ચીનની રાજધાની બેઇજિંગમાં એક્ત્ર થઇ શકે છે. ક્રેમલિને જણાવ્યુ હતુ કે, પુતિન અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત સંભવ છે.


'અલ્ટીમેટમ ડેડલાઇન'

સપ્ટેમ્બરમાં બેઇજિંગમાં આયોજિત એક કાર્યક્રમમાં આ બન્ને નેતાઓ સામેલ થઇ શકે છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે સ્પષ્ટતા કરી હતી કે, પુતિન બીજા વિશ્વ યુદ્ધની સમાપ્તિની 80મી વર્ષગાંઠે બેઇજિંગમાં આયોજિત એક સમારોહમાં ભાગ લેવા માટે જઇ શકે છે. તો આ તરફ, પેસકોવે જણાવ્યુ હતુ કે, આ મામલે કોઇ હજુ સુધી કોઇ માહિતી મળી નથી. ટ્રમ્પ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે કોઇ યોજના બનાવી રહ્યા છે કે નહી. તેની પણ કોઇ માહિતી નથી. ચીનની રાજધાની બેઇજિંગમાં 3 સપ્ટેમ્બરના રોજ બીજા વિશ્વ યુદ્ધની સમાપ્તિની 80મી વર્ષગાંઠ યોજાશે. બન્ને રાજનેતાઓની યાત્રા 'અલ્ટીમેટમ ડેડલાઇન' સાથે જોડાયેલી છે. જે 1 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઇ રહી છે. ટ્રમ્પે પુતિનને યૂક્રેનમાં સેના અભ્યાસ રોકવા માટે 50 દિવસની અવધિ આપી હતી. જે હવે પૂર્ણ થવાને આરે છે.

વૈશ્વિક સ્તરે કૂટનીતિ

બેઇજિંગમાં બીજા વિશ્વ યુદ્ધની સમાપ્તિની 80મી વર્ષગાંઠ નિમિત્તે ચીન પોતાની કૂટનીતિ મામલે મજબૂત ઓળખ બનાવી શકશે. જો ચીન અમેરિકા અને રશિયા વચ્ચે મિત્રતા કરાવે છે. અને યૂક્રેનનું યુદ્ધ સમાપ્ત કરવામાં મદદ મળી રહે છે તો ચીન પોતાની કૂટનીતિ વૈશ્વિક સ્તરે દર્શાવશે. 

  • Follow us on: