જે સમયે અલાસ્કામાં પુતિન અને ટ્રમ્પ વચ્ચે શાંતિ મંત્રણા ચાલી રહી હતી તે જ સમયે રશિયાએ મોટો કાંડ કરી દેતાં ખળભળાટ મચી ગયો છે. રશિયન સેનાએ કહ્યું છે તેણે તેના 2 ગામ પર નિયંત્રણ મેળવી લઇને કબજો કરી લીધો છે.
તેમનાં સૈનિકોએ યુક્રેનના બે ગામો પર કબજો મેળવી લીધો
જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચે વાતચીત ચાલી રહી હતી, ત્યારે જ મોસ્કોએ યુક્રેન સામે એક મોટી પ્લાનિંગને અમલમાં મૂકી હતી. રશિયાના રક્ષામંત્રાલયે કહ્યું કે તેમનાં સૈનિકોએ યુક્રેનના બે ગામો પર કબજો મેળવી લીધો છે.
યુક્રેનના બે ગામો હવે રશિયા કબજામાં
રશિયન રક્ષામંત્રાલય મુજબ, યુક્રેનના ડોનેત્સ્ક પ્રદેશનું કોલોડિયાજી ગામ અને નજીકના નિપ્રોપેટ્રોવ્સ્ક પ્રદેશનું વોરોન ગામ હવે મોસ્કોના નિયંત્રણ હેઠળ છે. યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું કે રશિયાએ આખી રાત દરમિયાન 85 આત્મઘાતી ડ્રોન અને એક બેલિસ્ટિક મિસાઇલ યુક્રેનની તરફ દાગી હતી.
ટ્રમ્પ-પુટિનની બેઠક પહેલા જેલેન્સ્કીનો આક્ષેપ
અલાસ્કામાં ટ્રમ્પ અને પુટિનની બેઠક પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કીએ કહ્યું હતું કે મોસ્કોનું યુદ્ધ અટકાવવાનો કોઈ ઈરાદો જ નથી.તેમણે એક્સ પર લખ્યું હતું કે જે દિવસે ટ્રમ્પ-પુતિન મળીને બેઠક કરી રહ્યા છે, એ દિવસે પણ રશિયન સેના હત્યાઓ કરે છે – અને એ બધું ઘણું કહે છે."
ટ્રમ્પ-પુતિન બેઠકમાં કોઈ સમજૂતી ન થઈ
અલાસ્કામાં થયેલી અઢી કલાક લાંબી બેઠક દરમિયાન, ટ્રમ્પ અને પુતિન વચ્ચે યુદ્ધને લઈને વાતચીત તો થઈ હતી પણ કોઈ ઠોસ કરાર નથી થયો. પુતિને યુદ્ધને "એક દુઃખદ ઘટનાક્રમ" ગણાવ્યો અને ટ્રમ્પને મોસ્કો આવવાનું આમંત્રણ આપ્યું. હાલના પરિપ્રેક્ષ્યમાં બંને નેતાઓ વચ્ચે યુદ્ધવિરામ (Ceasefire) અંગે કોઈ સમજૂતી થઇ નથી.
જેલેન્સ્કી પણ ટ્રમ્પને મળશે
યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ 16 ઑગસ્ટ, 2025 (શનિવાર) ના રોજ જણાવ્યું હતું કે પુતિન સાથે ટ્રમ્પની બેઠક પછી તેઓ 18 ઑગસ્ટ (સોમવાર)ના રોજ વૉશિંગ્ટનમાં ટ્રમ્પ સાથે મુલાકાત કરશે.
"ચર્ચા શરુઆત છે"
ભલે અત્યારે કોઈ નિર્ધારિત નિર્ણય ન આવ્યો હોય, પણ ટ્રમ્પના કહેવા મુજબ, યુદ્ધવિરામ મુદ્દે વાતચીતની શરૂઆત થઈ છે.ટ્રમ્પે કહ્યું કે "કેટલાક મુદ્દાઓ પર સહમતી મળી છે, જ્યારે કેટલાક મુદ્દાઓ હજુ બાકી છે." તેમણે તત્કાલ જેલેન્સ્કી અને યુરોપના નેતાઓ સાથે ચર્ચા કરવાની વાત પણ જણાવી છે.













