રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે અલાકામાં મુલાકાત અને ચર્ચા નિતારણા કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્વનું નિવેદન આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આ મુલાકાતમાં યુદ્ધ રોકવા માટે કોઇ સહમતિ બની નથી પણ બંને નેતાઓ વચ્ચેની વાતચીત સાર્થક રહી છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે રશિયા પાસેથી તેલ ખરીદનારા જેમ કે ચીન પર નવા ટેરિફ લગાવાના વિચાર નથી. પણ તેમણે ચેતવણી આપી કે તે બે થી ત્રણ સપ્તાહ માં આ મુદ્દા પર નવેસરથી વિચાર કરી શકે છે.
બેથી ત્રણ સપ્તાહ બાદ વિચારવું પડશે
ન્યુઝ માધ્યમ સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું કે આજે જે થયું તેનું કારણ મને લાગે છે કે આ મુદ્દે વધારે વિચારવાની જરુર નથી. હવે મારે કદાચ બેથી ત્રણ સપ્તાહ બાદ વિચારવું પડશે પણ હમણા અમારે આ બાબતે વિચારવાની જરુર નથી.
રશિયા પર દબાણ પડ્યું
ટ્રમ્પે એમ પણ કહ્યું કે ભારત પર વધારે ટેરિફ લગાવવાના તેમના નિર્ણયે રશિયાને બેઠક કરવા પ્રેરીત કરી છે. તેમણે કહ્યું કે જ્યારે મે ભારતને કહ્યું કે અમે તમારી પાસેથ ટેરિફ લઇશું કારણ કે તમે રશિયા સાથે વેપાર કરી રહ્યા છો અને તેલ ખરીદી રહ્યા છો. તો તેનાથી રશિયા પર દબાણ પડ્યું અને ત્યારે રશિયાએ ફોન કરીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી
વાતચીતના ટેબલ પર આવવા મજબૂર થયું
ટ્રમ્પે એવો તર્ક રજૂ કર્યો કે રશિયા ભારતને બીજો સૌથી મોટા ગ્રાહક ખોવાના બદલે વાતચીતના ટેબલ પર આવવા મજબૂર થયું ચીન રશિયાપાસેથી તેલ ખરીદવાનું સૌથી મોટું ગ્રાહક છે
વિદેશ મંત્રાલયે ટ્રમ્પ ટેરિફને અયોગ્ય પણ ગણાવ્યો છે
જો કે ભારતે પોતાની તેલ ખરીદવાની નીતિમાં ફેરફાર કરવાનો સાફ ઇન્કાર કરી દીધો છે. ગુરુવારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધ્યક્ષ એ એસ સાહનીએ પણ કહ્યું કે રશિયા પાસેથી તેલ આયાત પર કોઇ રોક નથી અને આર્થિક આધાર પર આગળ પણ ખરીદવાનું ચાલું રહેશે. વિદેશ મંત્રાલયે ટ્રમ્પ ટેરિફને અયોગ્ય પણ ગણાવ્યો છે અને રાષ્ટ્ર હિતોની રક્ષા કરવાનો સંકલ્પ પણ કર્યો છે.