અલાસ્કાથી લઇને વોશિંગ્ટન સુધી રશિયા અને યુક્રેન વચ્ચે આશરે 4 વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાની કોશિશ ચાલી રહી છે. પરંતુ બંને દેશો પાછળ હટવાની તૈયારી જ નથી કરી રહ્યુ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ રશિયા રાષ્ટ્રપતિ પુતિન સાથે અલાસ્કામાં મીટિંગ કરી હતી. ત્યાર બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ યુરોપિયન નેતાઓ સાથે વોશિંગ્ટનમાં ટ્રમ્પને મળ્યા, જેથી યુદ્ધ બંધ કરી શકાય. તેમ છતાં અત્યાર સુધી કોઈ નક્કર પરિણામ બહાર આવ્યું નથી.
ઝેલેન્સકીએ મોસ્કો પર સાધ્યું નિશાન
બીજી તરફ યુક્રેની એરફોર્સે ગુરૂવારે દાવો કર્યો છે કે રશિયાએ આ વર્ષે યુક્રેન પર પોતાનો સૌથી મોટો હુમલો કર્યો છે, જેમાં 574 ડ્રોન અને 40 મિસાઇલ છોડવામાં આવી છે. એરફોર્સનો દાવો છે કે વધારે હુમલો યુક્રેનના પશ્ચિમી વિસ્તારને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. અધિકારીઓ અનુસાર આ હુમલામાં એક વ્યક્તિનુ મોત નીપજ્યુ છે અને 15થી વધુ લોકો ઘાયલ થયા છે. તાજેતરના હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યુ કે મોસ્કો તરફથી કોઇ એવો સંકેત નથી મળ્યો જેમાં તે યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર હોય તેવું લાગે.
યુક્રેની પત્રકારો સાથે વાતચીતમાં ઝેલેન્સકીએ કહ્યુ કે અમેરિકી કંપની પર થયેલા આ રૂસી હુમલામાં 15 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યુ કે આ યુરોપના કોઇ તટસ્થ ભાગમાં પુતિનને મળવા ઇચ્છે છે. જેમાં સ્વિટ્ઝર્લૅન્ડ,ઓસ્ટ્રેલિયા અને તુર્કી જેવા દેશ સામેલ છે. હંગરી તરફથી યુક્રેનનું સમર્થન કરવા પર વિરોધનો હવાલો આપતા બુડાપેસ્ટમાં બેઠકનો પ્રસ્તાવ રદ્દ કરવામાં આવ્યો હતો.
યુક્રેને રશિયાને પણ નુકસાન પહોંચાડ્યુ હતુ
આ પહેલાં જૂનમાં યુક્રેનની સ્પેશ્યિલ ફોર્સે રશિયા પર જોરદાર હવાઇ હુમલો કર્યો હતો. યુક્રેને રશિયન હવાઈ મથકોને નિશાન બનાવ્યા અને જમીન પર 41 રશિયન બોમ્બર વિમાનોનો નાશ કર્યો.અનુમાન છે કે આ હુમલામાં રશિયાના 30 ટકાથી પણ વધારે બોમ્બર્સ ફ્લીટ અને રડાર સિસ્ટમને નુકસાન પહોંચ્યુ હતુ.