રશિયા અને યુક્રેન વચ્ચે હજી પણ યુધ્ધ બંધ થવાનું નામ લઈ રહ્યું નથી. રશિયા પણ પીચેહઠ કરી રહ્યું નથી. રશિયાનો મુખ્ય ટાર્ગેટ હવે યુક્રેનની રાજધાની કિવ છે. આ તમામની વચ્ચે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વનો નિર્ણય લીધો છે.
અમેરિકાએ યુક્રેનને શસ્ત્રો પૂરા પાડવાનું બંધ કરી દીધું છે. સેક્રેટરી પીટ હેગસેથે આ નિર્ણય લીધો છે. પુતિને આ અંગે ટ્રમ્પ સાથે પણ વાત કરી છે. આ પછી, અમેરિકા યુક્રેનને મદદ કરવાથી પાછળ હટી ગયું છે. એવું માનવામાં આવે છે કે પુતિન હવે કિવ પર વિજય મેળવ્યા પછી જ પાછળ હટશે.













