શાંઘાઇ સહયોગ સંગઠનની શરૂઆતમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં ધમકી વાળા વ્યવહારની સખત નિંદા કરી અને વધુ ન્યાયીતા, ન્યાય અને બહુપક્ષીયતાની માગ કરી.જિનપિંગ તરફથી આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે ચીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ભારત સહિત અનેક દેશો પર ભારે ટેરિફ લગાવવા પર સખત નિંદા કરી છે.
ન્યાય અને સમાનતા પર આધારિત વિશ્વ વ્યવસ્થાની માંગ કરી
શાંઘાઇ સહયોગ સંગઠનની શરૂઆતમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં ડોનાલ્ડ ટ્રમ્પનુ નામ લીધા વિના જ તેમને આડે હાથ લીધા હતા. તેમણે ધમકી વાળા વ્યવહારની સખત નિંદા કરી અને વધુ ન્યાયીતા અને બહુપક્ષીયતાની માગ પણ કરી છે..જિનપિંગ તરફથી આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે ચીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ભારત સહિત અનેક દેશો પર ભારે ટેરિફ લગાવવા પર સખત નિંદા કરી છે.
અનેક મુદ્દાઓ પર બોલ્યા જિનપિંગ
જિનપિંગે એસસીઓ સમિટ દરમિયાન કહ્યુ કે લગભગ 24 વર્ષ પહેલા આ સંગઠનની સ્થાપના થઇ હતી. ત્યારે અમે શાંઘાઇ ભાવનાની નીવ રાખી હતી. આ ભાવના પરસ્પર વિશ્વાસ, પરસ્પર લાભ, સમાનતા, પરામર્શ સંસ્કૃતિઓની વિવિધતા અને સહિયારા વિકાસ માટેના પ્રયાસો પ્રત્યે આદર પર આધારિત છે. અમે અમારી સીમાઓ સરહદો પર લશ્કરી વિશ્વાસ વધારવાની વ્યવસ્થા સૌથી પહેલા કરી, જેથી આપણી લાંબી સરહદો મિત્રતા, વિશ્વાસ અને સહયોગનો સેતુ બની શકે.અમે સૌથી પહેલાં આતંકવાદ, અલગાવવાદ અને ઉગ્રવાદની ત્રણ તાકાતો વિરુદ્ધ મળીને બહુપક્ષીય કાર્યવાહી શરૂ કરી હતી. અમે કાયદા વ્યવસ્થા અને સુરક્ષા સહયોગને સતત આગળ વધાર્યુ છે.
શાંઘાઈ ભાવનાને આગળ લઈ જવી જોઈએ
ચીની રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભવિષ્ય તરફ નજર રાખીને આપણે આજના પડકારો અને બદલાવોથી ભરેલી દુનિયામાં શાંઘાઈ ભાવનાને આગળ લઈ જવી જોઈએ. આપણે દ્રઢ પગલાં સાથે આગળ વધવું જોઈએ અને આપણા સંસ્થાના સંભવિત અવસરોએ ઉત્તમ રીતે ઉપયોગ કરવો જોઈએ. આપણે મતભેદોને બાજુ પર રાખીને એકતાની દિશામાં આગળ વધવું જોઈએ.
સહયોગના ક્ષેત્રોને વધુ વિસ્તૃત કરવા જોઈએ
તેમના ભાષણમાં જીનપિંગે આગળ કહ્યું કે, એસસીઓના તમામ સભ્ય દેશો એકબીજાના મિત્ર અને સહયોગી છે. આપણે એકબીજાના મતભેદોનો સન્માન કરવો જોઈએ, વ્યૂહાત્મક સંવાદ જાળવી રાખવો જોઈએ, સામાન્ય સંમતિ વિકસાવવી જોઈએ અને એકતા તથા સહયોગને મજબૂત બનાવવો જોઈએ. આપણે સહયોગના ક્ષેત્રોને વધુ વિસ્તૃત કરવા જોઈએ અને દરેક દેશની વિશિષ્ટ ક્ષમતાનો પૂરતો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણે આ વિસ્તારમાં શાંતિ, સ્થિરતા, વિકાસ અને સમૃદ્ધિ માટે આપણી જવાબદારી નિભાવી શકીએ.