ફ્રાન્સના 200થી વધુ શહેરોમાં હજારો લોકો હડતાળ અને વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા. જેમાં વર્ક્સ, રિટાયર્ડ લોકો અને વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. પ્રદર્શનકારીઓના ખર્ચામાં ઘટાડાને કારણે વિરોધ કરીને શ્રીમંતો પર વધુ કર લાદવાની માંગ કરી છે. હડતાળને કારણે રાજધાની પેરિસમાં એફિલ ટાવર પણ બંધ રહ્યો હતો.
200થી વધુ શહેરોમાં પ્રદર્શન
ફ્રાંસના 200થી વધુ શહેરો અને ગામોમાં હજારો કામદારો, નિવૃત્ત લોકો અને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા. પેરિસમાં પ્રદર્શનકારોએ પ્લેસ દ’ઇટલી (Place d’Italie) પરથી માર્ચની શરૂઆત કરી. એફિલ ટાવર પ્રશાસને જાહેર કર્યું કે હડતાળના કારણે સ્મારક પર્યટકો માટે બંધ કરવામાં આવ્યું છે.













