અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપ્યા બાદ ભારત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. ભારત સરકારે ટ્રમ્પને તેની ભાષામાં જવાબ આપ્યો છે. સરકારે મોટો નિર્ણય લેતા અમેરિકી કંપની બોઇંગ પાસેથી 31,500 કરોડના ડિફેન્સ ડીલને હાલ રોકી દેવામાં આવી છે.


અમેરિકાના બેવડા રવૈયાથી ભારત નારાજ

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયાથી તેલ આયાત પર વાંધો વ્યક્ત કરતા ભારત પર ભારે કર લાદવાની ચેતવણી આપવામાં આવી હતી.જોકે આંતરરાષ્ટ્રીય રિપોર્ટસથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા અને યુરોપીય દેશો પણ પોતે રશિયા પાસેથી તેલ, ગેસ અને ખાદ્ય ખરીદે જ છે. એવામાં ભારત પર જ સવાલ ઉઠાવવો બેવડા રવૈયા જેવુ છે.

બોઇંગને તગડો ઝટકો

ભારતે 2009થી લઇને અત્યાર સુધી અમેરિકાથી કુલ 12 પી-8I પોસેડન વિમાન ખરીદ્યુ છે. મે 2021માં અમેરિકાએ ભારતને વધુ 6 વિમાન વેચવાની અનુમતિ આપી હતી. જેની કિંમત ત્યારે 2.4 અરબ ડોલર હતી. પરંતુ જુલાઇ 2025 સુધી તેની કિંમત વધીને 3.6 અરબ ડોલર એટલે કે લગભગ 31,500 કરોડ થઇ ગઇ છે. હવે ભારત સરકારે આ ડીલને રોકતા સ્વદેશી નિગરાની વિમાન પરિયોજનાને પ્રાથમિકતા આપવાના સંકેત આપ્યા છે.

ભારતનો આત્મનિર્ભર વિકલ્પ

ડીઆરડીઓ અને એચએએલે મળીને સમુદ્રમાં દેખરેખ માટે સ્વદેશી વિમાન વિકસિત કરી રહે છે. એવામાં ભારે વિદેશી ખર્ચ બચાવવા માટે ભારત સ્વદેશી ટેકનોલોજીને આગળ વધારી શકે છે. જોકે ડીલ રદ્દ થવાથી ભારતીય નૌસેનાની સમુદ્રી સુરક્ષા રણનીતિ પર અલ્પકાલિક અસર પડી શકે છે.


  • Follow us on: