રશિયા પાસેથી તેલ ખરીવાને લઇને ચીની વિદેશ મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં સ્પષ્ટ રીતે કહ્યું હતુ કે રશિયા સહિત દુનિયાભરના તમામ દેશો સાથે સામાન્ય આર્થિક, વેપાર અને ઊર્જા સહકાર કરવો ચીન માટે કાયદેસર રીતે માન્ય છે. અમે અમારા રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને તેલ ખરીદતા રહીશું.
ચીન પર ટેરિફ લગાવવાનો નિર્ણય હજી લેવાયો નથી
ઇન્ટરવ્યૂ દરમિયાન એન્કરે વેન્સને પુછ્યું કે, અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર ભારે ટેરિફ લગાવ્યા છે, તો શું અમેરિકાએ ચીન સામે પણ આવું કોઈ પગલું લઈ શકે? આ સવાલ પર વેન્સે કહ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ મુદ્દા પર વિચાર કરી રહ્યા છે. પરંતુ હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. ચીનનો મુદ્દો થોડો જટિલ છે કારણ કે ચીન સાથે અમારા સંબંધો અલગ પ્રકારના છે. માત્ર રશિયાની સ્થિતિ જ નહીં, પણ ચીન પર ટેરિફ લગાવવાથી બીજી ઘણી બાબતોમાં પણ અસરો પડી શકે છે. તેથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ હાલમાં આ મુદ્દા પર વિચાર કરી રહ્યા છે. પરંતુ હજી સુધી કોઈ નિર્ણય કર્યો નથી.
ચીનની અમેરિકાને સ્પષ્ટ ચીમકી
એક રિપોર્ટ મુજબ જુલાઈમાં ચીનનો રશિયન તેલનો આયાત વધીને $10 અબજથી પણ વધુ થયો છે, જે માર્ચ પછીનો સૌથી વધુ માસિક આયાત છે. જોકે આ વર્ષ ચીનનો રશિયા સાથેનો કુલ આયાત 2024ની તુલનાએ 7.7 ટકા ઓછો રહ્યો છે. જ્યારે અમેરિકાના ટેરિફના ધમકીઓ વચ્ચે, ચીને રશિયા સાથેના ઊર્જા વેપારનું ખુલ્લેઆમ બચાવ કર્યો છે. ચીની વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું હતુ કે રશિયા સહિત તમામ દેશો સાથે ઊર્જા સહકાર ચીન માટે સંપૂર્ણ રીતે કાયદેસર છે અને અમે અમારા હિત અનુસાર તેલ ખરીદતા રહીશું.