શું ચાઈનીઝ જાસૂસ બ્રિટનમાં કંઈક ‘રમત’ રમવાની ફિરાકમાં જાલ પાથરવાનો પ્રયાસ કરી રહ્યા છે? આ સવાલ એટલા માટે ઉઠે છે કારણ કે બ્રિટિશ ગુપ્તચર એજન્સી MI5 એ મંગળવારે બ્રિટનના સાંસદોને ચેતવણી આપી કે ચાઈનીઝ જાસૂસ નોકરીદાતાઓ દ્વારા તેમના સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બાબતે સત્તાવાર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
MI5 એ નવું એલર્ટ જાહેર કર્યું
હાઉસ ઓફ કોમન્સ (બ્રિટિશ સંસદનું નીચલુ ગૃહ) તેના અધ્યક્ષ લિન્ડસે હોયલે સાંસદોને લખેલા પત્રમાં કહ્યું કે MI5 એ નવું એલર્ટ જાહેર કર્યું છે કે ચાઈનીઝ નાગરિકો ચીનના રાજ્ય સુરક્ષા મંત્રાલયના ઈશારે LinkedIn પ્રોફાઇલ્સનો મોટા પાયે ઉપયોગ કરીને બ્રિટિશ સાંસદો સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ચાઈનીઝ મંત્રાલયનો હેતુ માહિતી એકત્ર કરવો અને પ્રોફેશનલ નેટવર્કિંગ સાઇટો, રિક્રૂટમેન્ટ એજન્ટો અને તેમના માટે કામ કરનારા સલાહકારોને ઉપયોગમાં લઈ લાંબા ગાળાના સંબંધો માટે આધાર તૈયાર કરવો છે.













