માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ તાજેતરમાં કંપનીના બદલાતા વાતાવરણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેઓ AI ના ખતરા અંગે ચિંતિત છે. તેમણે સ્વીકાર્યું હતું કે માઈક્રોસોફ્ટનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે AI અને ટેક્નિકલ ફેરફારને કારણે કંપનીની સ્થિતિને વઇને ડરમાં છે. ખાસ કરીને ત્યારે જ્યારે, કંપની પોતાને AI ટેક્નોલોજીના બદલાવ સાથે પોતાને અનુરૂપ ન બનાવી શકે. તેમણે કંપનીની ટાઉન હોલ મીટિંગમાં આ નિવેદન આપ્યું હતું. નડેલાએ કંપનીની બદલાતી સંસ્કૃતિ અને ભવિષ્ય વિશે પોતાનો વ્યક્તિગત ભય પણ શેર કર્યો હતો.
માઈક્રોસોફ્ટના ભવિષ્ય વિશે ચિંતા વ્યક્ત કરી
એક અહેવાલ મુજબ નડેલાએ કહ્યું હતું કે અમે બનાવેલા કેટલાક મહાન વ્યવસાયો ભવિષ્યમાં એટલા સુસંગત નહીં હોય.તેમણે ઉમેર્યું હતું કે આપણો ઉદ્યોગ એવી કંપનીઓના કેસ સ્ટડીથી ભરેલો છે જે એક સમયે ખૂબ સારી હતી પરંતુ અચાનક ગાયબ થઈ ગઈ. તેમણે ડિજિટલ ઇક્વિપમેન્ટ કોર્પોરેશન (DEC)નું ઉદાહરણ આપ્યું હતું જે IBM અને અન્ય સ્પર્ધકો સાથે સ્પર્ધા કરવામાં અસમર્થ હતી અને ધીમે ધીમે અસ્તિત્વમાંથી અદૃશ્ય થઈ ગઈ હતી.
કર્મચારીઓનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાની જરૂર
માઈક્રોસોફ્ટના સીઈઓ નડેલાની ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે યુકે સ્થિત એક કર્મચારીએ કંપનીના બદલાતા વાતાવરણ પર પ્રશ્ન ઉઠાવ્યો છે. કર્મચારીએ જણાવ્યું કે કંપનીનું વાતાવરણ હવે પહેલા જેવું નથી, તે “colder, more rigid” અને “less empathetic” અનુભવે છે. જવાબમાં નાડેલાએ કંપનીની સંસ્કૃતિ બદલવાની જરૂરિયાત સ્વીકારી અને કહ્યું કે તેણે તેના કર્મચારીઓ સાથે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે.
માઇક્રોસોફ્ટની નવી નીતિઓ અને છટણી
માઇક્રોસોફ્ટે તાજેતરમાં કર્મચારીઓને ઓફિસમાં પાછા ફરવા માટે પ્રોત્સાહિત કરવા માટે તેની નીતિઓમાં ઘણા ફેરફારો કર્યા છે. કંપનીએ કર્મચારીઓને અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ ઓફિસમાં હાજર રહેવાનું ફરજિયાત બનાવ્યું છે અને એમ પણ કહ્યું છે કે જેઓ આ નવા નિયમનું પાલન કરવામાં નિષ્ફળ જાય છે તેમનું પ્રમોશન પ્રભાવિત થઇ શકે છે. વધુમાં માઇક્રોસોફ્ટે ઘટતા પર્ફોમન્સને કારણે સેંકડો કર્મચારીઓને છટણી કરી છે. માઇક્રોસોફ્ટે આ વર્ષે ફેબ્રુઆરીમાં જાહેરાત કરી હતી કે તે તેના કર્મચારીઓના 3% ઘટાડશે, જે લગભગ 6,000 છટણીનું પ્રતિનિધિત્વ કરે છે. આ નવી કાર્યસ્થળ નીતિ ફેબ્રુઆરી 2026 માં અમલમાં આવવાની છે.