અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન Appleના CEO ટીમ કુકને માસ્ટરમાઇન્ડ ગણવામાં આવતા હતા. ટીમ કુકને અમેરિકા અને ચીન વચ્ચેના વેપારી સંબંધોને મજબૂત કરવાનું કામ સોંપવામાં આવ્યુ હતુ. આ ફરજ દરમિયાન ટીમ કુકે ટ્રમ્પ સાથે નજીકના વિશ્વાસુ સંબંધો બનાવ્યા હતા. અને બેઇજિંગ સાથે પણ મજબૂતાઇ રાખી હતી. આ તમામ પ્રક્રિયાઓનો ફાયદો એ રહ્યો કે, Apple અમેરિકી ટેક્સથી બાકાત રહ્યુ હતુ. અને સાથે જ ચીનમાં પણ વિકાસ કરતું રહ્યુ હતુ.
AIની દુનિયામાં Nvidiaની સફળતા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન માહોલ પરિવર્તીત થઇ ચુક્યો હતો. હવે Appleનું તાજ Nvidiaને આપવામાં આવ્યો હતો. તેના CEO જેન્સન હુઆંગને અમેરિકાના પ્રભાવશાળી ટેક નેતાના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. AIની દુનિયામાં Nvidiaની સફળતાએ જેન્સન હુઆંગને સફળ કારોબારી જ નહી પરંતુ વૈશ્વિક સ્તરે રાજનૈતિક ચહેરો બનાવ્યો છે. વેડબશ વિશ્લેષક ડેન ઇવ્સ કહે છે કે, "એઆઈ ક્રાંતિમાં એનવીડિયાની ચિપ્સની ભૂમિકાએ હુઆંગને ટીમ કુક કરતા ઘણો આગળ રાખ્યો છે." તેમનું માનવું છે કે આજે આખી દુનિયામાં એઆઈને પાવર આપતી એકમાત્ર મોટી ચિપ એનવીડિયાની છે. તાજેતરમાં, હુઆંગે બેઇજિંગની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે એનવીડિયાની H20 AI ચિપનું વેચાણ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ વર્ષની શરૂઆતમાં ચીનને આ ચિપ્સના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ હુઆંગે ખુલ્લેઆમ તેનો વિરોધ કર્યો અને તેની વિરુદ્ધ લોબિંગ કર્યું હતુ.
રાજનૈતિક દુનિયામાં વધ્યો દબદબો
આ ઐતિહાસિક જીત સ્પષ્ટ કરે છે કે ટ્રમ્પ વહીવટ પર હુઆંગનો પ્રભાવ વધી રહ્યો છે. ચીન જતા પહેલા, તેઓ વોશિંગ્ટન ડીસીમાં ટ્રમ્પને મળ્યા હતા. તેમના પ્રભાવના પરિણામે, H20 ચિપ્સ પરનો પ્રતિબંધ હળવો કરવામાં આવ્યો હતો. નિષ્ણાતોના મતે, હુઆંગે યુએસ વહીવટીતંત્રને સમજાવ્યું હતું કે, ચિપ પર પ્રતિબંધ મૂકવાથી અમેરિકાની ટેકનોલોજીક નબળી પડી શકે છે અને તેનાથી ચીની કંપનીઓને ફાયદો થશે. Nvidiaએ તાજેતરમાં UAEને લાખો AI ચિપ્સ સપ્લાય કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં હુઆંગે ટ્રમ્પ સાથે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ કરાર અમેરિકાના વૈશ્વિક ટેક નેતૃત્વને મજબૂત બનાવે છે.