ખૈબર પખ્તૂનખ્વાના દક્ષિણ વજીરિસ્તાનમાં આતંકવાદીઓએ IED દ્વારા એક સરકારી સ્કુલને ઉડાવી દીધી છે. બોમ્બ બ્લાસ્ટમાં અનેક ક્લાસરૂમ્સ અન બાઉન્ડ્રી વોલ પણ નષ્ટ થઇ ગયા છે. કોઇ જાનહાનિના સમાચાર નથી. પરંતુ તે વિસ્તારમાં ડર અને શૈક્ષણિક પર ભાર અસર પડી રહી છે. આ પહેલાં પણ અનેક વર્ષોમાં 450થી વધુ સ્કુલોને નિશાનો બનાવી ચૂક્યા છે.
આતંકીઓએ સરકારી હાઇસ્કુલને બોમ્બથી ઉડાવી
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના દક્ષિણ વજીરિસ્તાનમાં આતંકવાદીઓએ એક સરકારી હાઇસ્કુલને ઇમ્પોવાઇઝ્ડ એક્સ્પ્લોસિવ ડિવાઇઝથી હુમલો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના દક્ષિણ વજીરિસ્તાન જિલ્લાના બર્મેલ તહસીલના કારાબાગ વિસ્તારમાં બન્યું. ધમાકામા સ્કુલના અનેક ક્લાસ અને બાઉન્ડ્રી વોલ પૂરી રીતે નષ્ટ થઇ ગઇ છે. આ હુમલામાં કોઇ પણ પ્રકારના જાનહાનિની માહિતી નથી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર તાજેતરના સમયમાં આ પ્રદેશમાં વધતી જતી અશાંતિએ ભયનું વાતાવરણ ઉભું કર્યું છે.જેનાથી શૈક્ષણિક ગતિવિધિઓ ખરાબ રીતે પ્રભાવિત થઇ રહી છે.
6 જૂને બની હતી આવી જ ઘટના
દરમિયાન, વાના-આઝમ વારસાક હાઇવે પર પણ લોકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.હાલમાં જ આંતકીઓને વિસ્ફોટકથી ત્રણ પુલ નષ્ટ કરી દીધા છે. જેમાં સામાન્ય જનતાની અવરજવર બંધ થઇ ગઇ છે. સ્થાનિય નિવાસીઓએ આ ઘટનાને લઇને ચિંતા પણ વ્યક્ત કરી છે અને સરકાર પાસે તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે. આ પહેલી ઘટના નથી. આ પહેલાં પણ 6 જૂને અજ્ઞા હુમલાવરોએ ટેન્ક જિલ્લાના ગુલ ઇમામ પોલીસ અધિકારી ક્ષેત્રમાં આવેલી એક હાઇસ્કુલને બોમ્બથી ઉડાવી દીધી હતી.