થાઇલેન્ડના સસ્પેન્ડ કરાયેલા પીએમ શિનવાત્રાએ નવા કેબિનેટ મંત્રીઓ સાથે શપથગ્રહણ કર્યા હતા. પરંતુ આ નવુ પદ તેમને કેવી રીતે મળ્યુ તે પણ એક રસપ્રદ કહાની છે. થાઇલેન્ડના સસ્પેન્ડેડ પીએમ શિનવાત્રાએ પોતાનું પદ ગુમાવ્યુ છે. પરંતુ સત્તાની રમતમાં તેઓ ખેલાડી છે તેમ શિનવાત્રાએ સાબિત કર્યુ છે. તેઓએ નવા કેબિનેટ મંત્રીઓ સાથે શપથ લીધા છે. શિનવાત્રા નવા કલ્ચર મંત્રી બન્યા છે. કંબોડિયા સાથેના વિવાદ મામલે તેમની ટેલિફોનિક વાતચીત લીક થઇ હતી. અને તેઓને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા.


શિનવાત્રા વિરુદ્ધ વિવાદ

શિનવાત્રા વિરુદ્ધ હાલ મામલો ગરમાયો છે. દુશ્મન સાથે દેશની જનતા અને સેનાનું અપમાન કર્યાની વાતચીત લીક થયા બાદ કોર્ટે તેમને સસ્પેન્ડ કર્યા હતા. કંબોડિયા સાથે ચાલી રહેલા સરહદ વિવાદમાં કંબોડિયાના એક સૈનિકની મોત થઇ હતી. અને બાદમાં હુન સેન સાથે તેમની વાતચીત વાયરલ થઇ હતી. જે બાદ જનતામાં તેમના વિરુદ્ધ રોષ દેખાઇ રહ્યો છે. અને અરજી પણ દાખલ કરવામાં આવી છે.

પીએમથી મંત્રી સુધીનો પ્રવાસ

શિનવાત્રા કલ્ચર મંત્રી તો બની ગયા છે. અને તેઓ સરકારનો એક મહત્ત્વનો ભાગ છે. પરંતુ તેમની પાસે પહેલા જેવી કોઇ સત્તા કે પાવર નથી. કલ્ચર મંત્રી થાઇલેન્ડ સરકારમાં સન્માનજનક પદ છે. અને મર્યાદિત મંત્રીઓથી બનેલી આ કેબિનેટમાં કાર્યવાહી પણ કડકરીતે કરવામાં આવે છે. અહીં રક્ષા અને વિદેશ નીતિ સાથે કોઇ સંબંધ નથી હોતો. શિનવાત્રા શપથ લેવા માટે સરકારી કાર્યાલય પહોંચ્યા હતા. અહીં તેઓ હળવા મૂડમાં દેખાયા હતા. પરંતુ જ્યારે મીડિયાએ તેમને વિવાદ અંગે પ્રશ્નો પૂછ્યા હતા તો તેઓએ કોઇ ઉત્તર આપ્યો ન હતો. 

  • Follow us on: