આ વર્ષે 10 ઓક્ટોબરે નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવશે પરંતુ આ જાહેરાતથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નારાજ થવાની શક્યતાઓ ખૂબ વધી ગઈ છે.
ટ્રમ્પના જીતવાની શક્યતા ઓછી!
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના પ્રમુખ પદે બિરાજમાન થયા છે ત્યારથી લઈને અત્યાર સુધી તેમણે એવો એક પણ મોકો હાથમાંથી જવા નથી દીધો કે જેમાં તેઓ પોતાના નામની વાહવાહ ન કરાવી શકે. વિશ્વમાં કોઈપણ ખૂણામાં બે દેશ વચ્ચે જ્યારે માથાકૂટ થઈને શાંતિ સ્થપાય છે તો એનો સીધો જશ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ફાળે જવા દે છે. એવામાં પોતાને વિશ્વ શાંતિદૂત માનનાર ટ્રમ્પના નોબેલ શાંતિ પુરસ્કાર જીતવા પર સવાલ ઊભા થયા છે.













