એક એવો દેશ જેને દેશ કહેવા પર પણ કદાચ સવાલ ઊભા થઈ શકે. વિકાસના નામે જે દેશમાં લોટ પાછળ દોટ મૂકતાં માનવીઓ દેખાય એવા આર્થિક તંગીનો માર સહન કરી રહેલા દેશ પાકિસ્તાનથી ચોંકાવનારા અને રમુજ સર્જાય એવા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પાકિસ્તનના મંત્રીઓની ગોપનીયતા મફતના ભાવે લીક થઈ રહી છે.
150 માં લોકેશન, 600માં ફોન ટેપ...
આ ટાઇટલ વાંચીને જૂના સમયમાં થિયેટરની બહાર ટિકિટની કાળા બજારી કરતાં ટિકિટ માફિયાઓ આંખોં સામે તારી આવે, પરંતુ પાકિસ્તાનમાં ટિકિટની કાળાબજારીની જેમ મંત્રીઓની પ્રાઈવાસી વહેંચાઈ રહી છે. પાકિસ્તાનમાં મંત્રીઓના ફોન ટેપિંગ અને ડેટા લીક અંગેના નવા રિપોર્ટ સામે આવ્યા છે. એક રિપોર્ટ મુજબ કંગાળ પાકિસ્તાનમાં મંત્રીઓના ફોનનું લોકેશન 150રૂપિયામાં અને મંત્રીઓના ફોનનો રેકોર્ડ 600 રૂપિયામાં મળી જાય છે. પાકિસ્તાન સરકારનું આ રિપોર્ટ લીક થયા બાદ કહેવું છે કે સરકાર આ બાબાતની તપાસ કરશે.
પાકિસ્તાનમાં રાજકીય હલચલ તીવ્ર
પાકિસ્તાન સરકારની કંગાળ હાલાત રજૂ કરતો આ રિપોર્ટ સામે આવ્યા બાદ હાલ પાકિસ્તાનમાં રાજકીય હલચલ વધુ તીવ્ર બની ગઈ છે. પાકિસ્તનના ભ્રષ્ટ મંત્રીઓ તેમની પોલ ખૂલી જવાના ભયથી ડરી રહ્યા છે. મળતી માહિતી મુજબ હેકર્સ 600 રૂપિયામાં પાકિસ્તાની મંત્રીઓના ફોન કોલ્સ રેકોર્ડ કરીને સરળતાથી ડેટા લીક કરી રહ્યા છે. પાકિસ્તાની સાયબર સુરક્ષામાં ત્યાં સુધી છીંડા સામે આવ્યા છે કે ત્યાંનાં મંત્રીઓ જ્યારે વિદેશ જાય છે ત્યારે પણ નેતાઓ અને મંત્રીઓના ફોન સરળતાથી ટેપ થઈ રહ્યા છે.
આ રીતે લીક થઈ રહ્યો છે ડેટા
આ ઘટના સામે આવ્યા બાદ પાકિસ્તાન સરકાર તરફથી જાહેર કરાયેલ માહિતી મુજબ પ્રથમ પાકિસ્તાની નાગરિકો જે સિમ કાર્ડ ખરીદી રહ્યા છે તે એક અજાણી વેબસાઇટ દ્વારા કંટ્રોલમાં કરવામાં આવી રહ્યા છે. જે કોઈ પણ વ્યક્તિ પાસે તે કંટ્રોલ કારાયેલ સીમકાર્ડ હોય છે તે વ્યક્તિનું સ્થાન સતત ટ્રેસ કરવામાં આવે છે. એ વ્યક્તિ સામાન્ય નાગરિકથી માંડીને પાકિસ્તાન સરકારનો મંત્રી પણ હોઇ શકે છે. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ નિવેદન આપ્યું છે કે અમે 14 લોકોની એક સમિતિ બનાવી છે, જે રિપોર્ટ રજૂ કરશે. ત્યારબાદ અમે આગળની કાર્યવાહી કરીશું.