કચ્છ જિલ્લામાં વહેલી સવારથી મેઘો મન મુકીને વરસી રહ્યો છે ત્યારે ભુજમાં 4 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, પાણી ભરાવાના કારણે અનેક રોડ પાણીમાં ગરકાવ થયા છે અને જનજીવન પર તેની અસર જોવા મળી છે, ભુજના એસટી બસ સ્ટેશનમાં પણ પાણી ભરાયા છે અને વાહનો પાણીમાં બંધ પડયા હોવાની વાત પણ સામે આવી છે, હોસ્પિટલ રોડ પર પણ પાણી ભરાયા છે.
કચ્છના ભચાઉમાં ધોધમાર વરસાદ
કચ્છના ભચાઉમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 24 કલાકથી કચ્છ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, કચ્છના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ભચાઉના કુજીસર અને મેઘપર ગામમાં પાણી ભરાયા છે, ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે, કચ્છના નદી નાળામાં પણ નવા નીરની આવક થઈ છે, બીજી તરફ ખેડૂતોનો તૈયાર થયેલો પાક પાણીમાં નષ્ટ થયો છે.













