વિશ્વના મોટા ભાગના દેશો જ્યારે હાલ સીમાડાની સુરક્ષા માટે સામ સામે બંધુકના નાળચા રાખી રહ્યા છે એવામાં દુનિયાના બે મોટા દેશના નેતાઓએ અલાસ્કા ખાતે 3 કલાક જેટલી મહાબેઠક કરીને આખી દુનિયાનું ધ્યાન આ મુલાકાત તરફ ખેંચ્યું છે.


પુતિન-ટ્રમ્પ વચ્ચે 3 કલાક ચાલી મુલાકાત

આ મુલાકાતના થોડા સમય પહેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે યુક્રેન યુદ્ધ બાબતે શાંતિ કરાર કરવા માટે થોડી વધારે ચકમક જરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ત્યાં સુધી ખોટું લાગી ગયું હતું કે તેમણે રશિયાને પાઠ ભણાવવા માટે યુક્રેનને હથિયારોની સામગ્રી પૂરી પાડવા અંગે પણ કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ અંતે ધીના ઠામમાં ઘી પડી ગયું હોય એમ રશિયા અને અમેરિકા યુક્રેન અંગે વાત કરવા માટે રાજી થયા ને અલાસ્કા ખાતે મહાબેઠક યોજાઇ.

મુલાકાતના પરિણામો નિરાશાજનક!

ચોક્કસથી અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિન વચ્ચે થયેલી મુલાકાતે દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું જે રિતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું જે રીતે આગતા સ્વાગતા કરવામાં આવી એ જોતાં આશા હતી કે બેઠકના સારા પરિણામો સામે આવશે પરંતુ આ સંઘ દ્વારકાએ પહોંચી શક્યો નથી. યુક્રેન યુદ્ધ પર કોઈ ઉકેલ મળ્યો નહીં. એકંદરે, આ મુલાકાતે આશાઓ જગાવી છે અને નવી ચિંતાઓ પણ છોડી છે.

યુક્રેન યુદ્ધ પર કોઈ નક્કર કરાર નહીં

અલાસ્કા ખાતે યોજાયેલ આ મહાબેઠક પર આખી દુનિયા અને યુક્રેન વાસીઓ નજર રાખીને બેઠા હતા કે કદાચ આ યુદ્ધનો અંત આવે અને શાંતિ સ્થપાય પરંતુ પુતિન-ટ્રમ્પ વચ્ચે 3 કલાક ચાલેલી મુલાકાત બાદ પણ અંતે પાણી માટલાં જ આવ્યું. લગભગ ત્રણ કલાકની વાતચીત પછી પણ, યુક્રેન યુદ્ધ પર કોઈ નક્કર કરાર થઈ શક્યો નહીં. તે ઉપરાંત, બંને નેતાઓએ મીડિયાના પ્રશ્નોના જવાબ આપ્યા વિના 12 મિનિટમાં પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ કરી. ટ્રમ્પ-પુતિન વાતચીતથી સ્પષ્ટ થયું કે વાતચીત જરૂરી છે, પણ મુશ્કેલ છે. 


  • Follow us on: