હળવદ શહેરના સરા રોડ પર આવેલી અનમોલ સોસાયટી પાસે આજે એક ચોંકાવનારી ઘટના બની હતી. જ્યાં કેટલાક લુખ્ખા તત્વો દ્વારા એક યુવક પર છરી સાથે મારામારી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભય અને રોષનો માહોલ ફેલાયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે ત્રણથી ચાર જેટલા ઈસમો એક યુવકને બેફામ માર મારી રહ્યા છે.


લુખ્ખા તત્વોએ હાથમાં છરી સાથે કરી બબાલ

આ લુખ્ખા તત્વોના હાથમાં છરી પણ જોવા મળી હતી. જે આ હુમલાની ગંભીરતા દર્શાવે છે. આ ઘટના જાહેર રોડ પર બની હતી. જેના કારણે પસાર થતા લોકો પણ ગભરાઈ ગયા હતા. આ ઘટના તહેવારોના સમયમાં બનતા લોકોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા હતા. તહેવારો દરમિયાન લોકો મોડી રાત સુધી ખરીદી કરવા માટે બહાર નીકળતા હોય છે. ત્યારે આવા લુખ્ખા તત્વો દ્વારા થતી મારામારીના કારણે લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો.

લુખ્ખા તત્વોનો મારામારી કરતો વીડિયો વાયરલ

આ ઘટના અંગે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે કેમ તે અંગે કોઈ માહિતી મળી નથી. પરંતુ આ વીડિયો વાયરલ થયા બાદ લોકો પોલીસ પાસે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આવા તત્વો સામે કડક પગલાં ભરવામાં આવે તો જ જાહેર સ્થળોએ સુરક્ષા જળવાઈ રહેશે.


  • Follow us on: