અમેરિકી કોસ્ટ ગાર્ડે બુધવારે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં વેનેઝુએલાથી જોડાયેલા રશિયન ફ્લેગવાળા ટેન્કર મરિનેરને જપ્ત કરી લીધું છે. આ જહાજ પર સવાર 28 ક્રૂ સભ્યોમાં 3 ભારતીય નાગિરક પણ સામેલ છે. હવે મોસ્કોએ અમેરિકાને જહાજ પર હાજર ક્રુ મેમ્બરની સાથએ સન્માનજનક અને માનવીય વ્યવહાર કરવાની માગ કરી છે. ત્યારે એક રશિયન નેતાએ કહ્યું કે આવી સ્થિતિમાં અમારી સૈન્ય નીતિ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપી છે.
વિદેશી નાગરિકોને જલદી જ છોડી દેવાની અપીલ
મળતી માહિતી મુજબ મોસ્કોએ બુધવારે વોશિંગટનના તમામ ક્રુ સભ્યોની સાથે સન્માનજનક અને માનવીય વ્યવહારની માગ કરી છે અને વિદેશી નાગરિકોને જલદી જ છોડી દેવાની અપીલ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકા દ્વારા જપ્ત કરેલા ટેન્કરનું પહેલા 'બેલા વન' નામ હતું. આ ટેન્કર પર 28 ક્રુ સભ્ય હતા, જેમાં 17 યુક્રેની, 6 જોર્જિયાઈ, 3 ભારતીય અને 2 રશિયન નાગરિક સામેલ છે. આ તમામને અમેરિકી અધિકારીઓએ કસ્ટડીમાં લઈ લીધા છે. ભારતીય ક્રુ સભ્યોની સુરક્ષાને લઈ ભારત સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. હાલમાં અમેરિકી અધિકારી જહાજના માલિકી હક્કની તપાસ કરી રહ્યા છે.













