અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે ફરી એક વખત તીવ્ર વાકયુદ્ધ જોવા મળ્યું છે. ટ્રમ્પ ઝેલેન્સ્કી પર રશિયાની શરતો માનવા માટે દબાણ કરી રહ્યા છે. વાતચીત દરમિયાન માહોલ એટલો ઉગ્ર બની ગયો કે ટ્રમ્પ ગુસ્સેથી ભડકી ગયા અને તેમણે ઝેલેન્સ્કીને ચેતવણી આપી.
ગુસ્સામાં દસ્તાવેજ જમીન પર ફેંકી દીધા.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે વ્હાઈટ હાઉસમાં થયેલી બેઠક દરમિયાન ફરીકવાર કડક ટક્કર જોવા મળી. ટ્રમ્પે ઝેલેન્સ્કી પર દબાણ કરતા કહ્યું કે તેઓ રશિયાની શરતો માને, નહીંતર પુતિન યુક્રેનને પૂરેપૂરું નષ્ટ કરી દેશે. ટ્રમ્પ એટલા ગુસ્સામાં આવી ગયા કે તેમણે અપશબ્દો બોલ્યા અને દસ્તાવેજ જમીન પર ફેંકી દીધા.
ઝેલેન્સ્કીએ જણાવ્યો રશિયાનો સંકલ્પ
પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રમ્પે ઝેલેન્સ્કીને સલાહ આપી કે તેઓ રશિયાની શરતો સ્વીકારી લે. ટ્રમ્પે જણાવ્યું કે પુતિને આ વખતે સોગંધ ખાધી છે કે જો શરતો નહીં માની તો યુક્રેનને સંપૂર્ણ રીતે બરબાદ કરી દેશે. એટલું સાંભળતાં જ ઝેલેન્સ્કીએ રશિયાની શરતો અનુસાર બનાવવામાં આવેલ યુક્રેનના નકશાનો દસ્તાવેજ નકારી કાઢ્યા. એ જોઈને ટ્રમ્પ ભડકી ઉઠ્યા અને તે કાગળો જમીન પર ફેંકી અને ચીસો પાડવા લાગ્યા. ટ્રમ્પે કહ્યું કે યુક્રેન યુદ્ધ હારી રહ્યું છે અને જો શરતો ન માની તો બાકીનું યુક્રેન પણ ખતમ થઈ જશે.
પુતિન ડોનબાસની કરી રહ્યા છે માગ
પ્રમુખ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે થયેલી આ મુલાકાત તાજેતરમાં વ્હાઈટ હાઉસમાં થઈ હતી. ટ્રમ્પે ઝેલેન્સ્કીને કહ્યું કે તેઓ રશિયાને ડોનબાસ વિસ્તાર આપી દે. ઝેલેન્સ્કીએ એ ઇનકાર કરતા જ ફરી બંને વચ્ચે વાદવિવાદ જેવી સ્થિતિ ઊભી થઈ. ઝેલેન્સ્કીએ જણાવ્યું કે તેમને લાગ્યું હતું કે ટ્રમ્પ રશિયાના વિરોધમાં લડવા માટે હથિયાર આપશે, પણ એના બદલે તેઓ રશિયાની શરતો માનવા પર દબાણ કરવા લાગ્યા. એ પરથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પનો ફોકસ યુક્રેનને સૈન્યદ્રષ્ટિએ મજબૂત બનાવવુ નહીં, પરંતુ યુદ્ધ બંધ કરાવવા પર છે.