અમેરિકન રેટિંગ એજન્સી મૂડીઝે દાવો કર્યો છે કે અમેરિકન સરકાર ભારતીય કંપનીઓ માટે એક એવું પગલું લઈ શકે છે જેનાથી ભારતીય બજારમાં મુશ્કેલીઓ વધી શકે છે.


ટેરિફની અસ્પષ્ટતા દેશ માટે ખતરો

અમેરિકન રેટિંગ એજન્સી મૂડીઝે જણાવ્યું કે અમેરિકા તેના ભારત પરના ટેરિફ પ્લાન અંગે સતત અસ્પષ્ટતા દેખાડી રહ્યું છે જે ભારતીય બજારો માટે એક મોટો ખતરો બની શકે છે જેના કારણે ટ્રાન્સ-ટેરિફને લગતી અસ્પષ્ટતા આસિયાન દેશોની અર્થવ્યવસ્થા માટે જોખમ ઊભું કરી શકે છે. અમેરિકા દ્વારા હાલના તબક્કે ભારત સહિતના આસિયાન દેશોની કંપનીઓ પર 40 ટકા ટ્રાન્સ-શિપમેન્ટ ટેરિફ લગાડવામાં આવે છે જે ખુબજ અસ્પષ્ટ છે.

સેમિકન્ડક્ટર ક્ષેત્રોને થશે અસર

થોડા સમય પહેલા ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં દુનિયાનું સૌથી મોટું હબ બનાવવાની વાત કરી હતી જેથી દેશનું લોકલ માર્કેટ વધારે મજબૂત થાય જોકે ટ્રમ્પ પ્રધાન મંત્રીની આ વાતને નજર લગાડી શકે છે કેમકે ભારત પર લગાવવામાં આવતું ટ્રાન્સ-ટેરિફ દેશની મશીનરી, ઇલેક્ટ્રિકલ સાધનો અને સેમિકન્ડક્ટર ક્ષેત્રોને વ્યાપક રીતે નુકસાન પહોંચાડી શકે એમ છે.

ભારતીય કંપનીઓ પર મોટી અસર!

ટ્રમ્પ દ્વારા ભારતીય કંપનીઓ પર ટ્રાન્સ-શિપમેન્ટ ટેરિફથી નોંધપાત્ર પડકારો ઉભા થવાની ધારણા છે. અમેરિકન રેટિંગ એજન્સી મૂડીઝે જણાવ્યું કે આ ટેરિફ ASEAN ખાનગી ક્ષેત્ર માટે નોંધપાત્ર નુકસાન ઊભું કરે શકે છે. યુએસ ટેરિફથી બચવા માટે ઉત્પાદનોના નોંધપાત્ર પરિવર્તન સાબિત કરવા માટે અને ભારતીય નિકાસકારોને ચિન જેવા દેશો સાથે ટક્કર લેવા માટે તેમની રણનીતિમાં મોટા પાયે ફેરફાર કરવા પડી શકે છે.


  • Follow us on: