રશિયા અને યુક્રેન વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, ઘણા મોટા માથાઓએ આ યુદ્ધ રોકવાના પ્રયત્ન કર્યા પરંતુ બંને માંથી એક પણ દેશ હાલ પીછે હઠ કરવા તૈયાર નથી. એવામાં હવે યુક્રેને રશિયા પર મોટી કાર્યવાહી કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.
સસ્તા ડ્રોનથી રશિયા પર હુમલો
આખી દુનિયા જાણે છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ ભીષણ યુદ્ધમાં ચોક્કસથી રશિયા યુક્રેન પર ભારે પડી રહ્યું છે, પરંતુ યુક્રેનને ઓછું આંકવું એ ઘણા સમયથી રશિયાની ભૂલ સાબિત થઈ રહી છે. યુક્રેન ભલે રશિયાની જેમ ભારે હુમલો ના કરી શકે પણ યુક્રેન સસ્તા ડ્રોનથી રશિયા પર સતત હુમલા કરી રહ્યુ છે. મળતી માહિતી મુજબ રશિયાને ટક્કર આપવા યુક્રેન સતત સ્માર્ટ અને સસ્તા હુમલાઓથી બદલો લઈ રહ્યું છે. તાજેતરમાં યુક્રેને રશિયાના બે પુલ તોડી પાડવાનો દાવો કર્યો છે.
ડ્રોનની કિંમત 600 થી 700 ડોલર
યુક્રેન પાસે ચોક્કસથી રશિયાની જેમ મોટી માત્રામાં દારૂગોળો કે હથિયાર ભલે ન હોય પરંતુ યુક્રેન સ્માર્ટ અને સસ્તી ટેકનોલોજી વાળા ડ્રોનનો ઉપયોગ કરીને રશિયાની મુશ્કેલીઓમાં સતત વધારો કરી રહ્યું છે. એક તરફ રશિયા હાલ યુક્રેન પર ધીમે ધીમે કબજો કરવાના પ્રયત્ન કરી રહ્યું છે તો બીજી તરફ યુક્રેન સતત સ્માર્ટ અને સસ્તા હુમલાઓથી રશિયાને પરેશાન કરી રહ્યું છે અને ટક્કર પણ આપી રહ્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ યુક્રેને રશિયાના એવા બે પુલ તોડી નાખ્યા જે પુલોનો ઉપયોગ રશિયા તેની સપ્લાય લાઇન માટે કરી રહ્યું હતું.
ડ્રોન દ્વારા શું ખુલાસો થયો?
યુક્રેન સેના તરફથી જે દાવો કરવામાં આવ્યો છે એ મુજબ રશિયાના જે બે પુલ તોડી પાડવામાં આવ્યા છે એ બંને પુલની નિચે રશિયન સેનાનો મોટી માત્રામાં એન્ટી-ટેન્ક માઇન અને દારૂગોળો છુપાયેલો હતો જેને યુક્રેને તબાહ કરી નાખ્યો છે. આ આખા ઓપરેશનની સૌથી ખાસ વાત એ છે કે આ હુમલામાં યુક્રેન તરફથી સસ્તા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતી જેની ખૂબ મોટી અસર રશિયા પાર પડી છે. યુક્રેનિયન અધિકારીઓના મત મુજબ ડ્રોન સીધો ગનપાઉડરના ઢગલા સાથે અથડાય છે અને વિસ્ફોટ થાય છે.













