રશિયા અને યુક્રેન યુદ્ધ વધુ ભયંકર બની રહ્યું છે. યુક્રેશન સાથે શાંતિ વાટાઘાટો વચ્ચે રશિયન સેના મિસાઈલ હુમલા કરી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ રશિયા અને યુક્રેનનું યુદ્ધ સમાપ્ત કરવા બંને દેશોના નેતાઓ સાથે વાતચીત કરી ઉકેલ લાવવા પ્રયાસ કર્યો. છતાં યુદ્ધ સમાપ્ત ના થતા આખરે ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુક્રેન સાથે શાંતિ કરાર કરવા ચેતવણી આપી છે.


ટ્રમ્પની રશિયાને ચેતવણી

ટ્રમ્પે પુતિનને 8 ઓગસ્ટ સુધીનો સમય આપતાં કહ્યું કે યુદ્ધ વિરામ નહીં થાય તો અમેરિકા રશિયા પર આર્થિક દબાણ વધારશે. રશિયાએ કિવમાં ભયંકર હુમલો કર્યો જેમાં યુક્રેનને મોટું નુકસાન થયું. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલાની નિંદા કરતા રશિયાના ઘૃણાસ્પદ વર્તન તરીકે ગણાવ્યું. શુક્રવારના રોજ ટ્રમ્પે રશિયાને શાંતિ કરારની ચેતવણી આપતા કહ્યું કે યુદ્ધ વિરામ નહીં થાય તો અમેરિકા પણ મોટો હુમલો કરી શકે છે. અમે બે પરમાણુ પનડુબ્બિઓને યુદ્ધ માટે તૈનાત કરી છે. ટ્રમ્પની આ ચેતવણી બાદ પુતિને મોટો નિર્ણય લીધો.

ઓરાસ્નિક મિસાઈલનો કરશે ઉપયોગ

ટ્રમ્પની ચેતવણી સામે પુતિને પણ ચીમકી ઉચ્ચારી કે રશિયાએ તેની સૌથી ઘાતક હાઇપરસોનિક મિસાઇલ 'ઓરાસ્નિક' બનાવવાનું શરૂ કરી દીધું છે અને તે વર્ષના અંત સુધીમાં બેલારુસમાં તૈનાત કરવામાં આવશે. રશિયાની આ ઓરાસ્નિક મિસાઇલની સરખામણી ભારતના બ્રહ્મોસ સાથે થઈ રહી છે. હથિયારમાં સૌથી ઘાતક મનાતી બ્રહ્મોસ અને ઓરાસ્નિક મિસાઈલ આધુનિક યુદ્ધ ટેકનોલોજીના ઉદાહરણ કહી શકાય. રશિયાએ ગત નવેમ્બર આ મિસાઈલનો ઉપયોગ યુક્રેન પર કર્યો હતો. આ મિસાઈલની ખાસિયત છે કે તે પરમાણુ હુમલા જેવી અસર કરે તેટલી શક્તિશાળી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિનું નિવેદન

ઉલ્લેખનીય છે કે હાલમાં રશિયાએ 309 ડ્રોન અને આઠ મિસાઇલોથી યુક્રેનના 27 સ્થળો પર હુમલો કર્યો હતો. જેમાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે. આ તમામને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા. રશિયા દ્વારા સતત ભયંકર હુમલા વધતા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે જ્યાં સુધી સત્તા પરિવર્તન નહીં થાય ત્યાં સુધી આ હુમલા ચાલુ રહેશે. માટે વિશ્વની મહાસત્તાએ આ યુદ્ધ રોકવા રશિયામાં સત્તા પરિવર્તન લાવવા પ્રયાસ કરવા જોઈએ.

  • Follow us on: