અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે અલાસ્કામાં બેઠક યોજાવાની છે. ત્યારે આ બેઠક મામલે બન્ને દેશમાં હલચલ જોવા મળી રહી છે. પુતિન માટે અમેરિકામાં લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. અને જે સ્થળે બન્ને નેતાઓની મુલાકાત થવાની છે તે વિસ્તારને 'નો ફ્લાઇંગ ઝોન' જાહેર કરવામાં આવશે. ટ્રમ્પ અને પુતિન વચ્ચેની મુલાકાત રશિયા-યૂક્રેન યુદ્ધનું ભવિષ્ય નક્કી કરશે.


મુલાકાત પર સૌ કોઇની નજર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે બેઠક યોજાવાની છે. જો આ વાતચીત સફળ રહી તો યુદ્ધ અંગે જલદી જ નિર્ણય લેવાશે. પરંતુ જો બન્ને નેતાઓ વચ્ચે વાતચીત નિષ્ફળ રહી તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. ટ્રમ્પે સંકેત આપ્યા છે કે, પરિણામમાં આર્થિક પ્રતિબંધ અથવા ટેરિફ સામેલ થઇ શકે છે. રશિયાના તેલના વેપાર પર સખત પ્રતિબંધ આવી શકે છે. આ માટે ટ્ર્મ્પ અગાઉ જ રોષમાં જોવા મળી રહ્યા છે. તેલ ખરીદનાર દેશ પર સેકેન્ડરી ટેરિફ લગાવવામાં આવી શકે છે. જેના ગંભીર પરિણામ જોવા મળશે. ટ્રમ્પે ભલે પોતાની વાતમાં આ તમામ મુદ્દાઓનો ઉલ્લેખ ન કર્યો હોય તો પણ તેમના નિવેદન પરથી તેમની મનશા જાણી શકાય છે. અમેરિકા યૂક્રેનને હથિયાર, મિસાઇલ અને એયર ડિફેન્સની સિસ્ટમ આપી શકે છે.

કૂટનીતિનું દબાણ વધી શકે

ડૉનાલ્ડ ટ્રમ્પ રશિયાને વિવિધ ભાગોમાં વેંચવા માટે કૂટનીતિનું દબાણ વધારી શકે છે. તેઓ પોતાની સબમરીન રશિયા પાસે તૈનાત કરી શકે છે. યૂરોપીય સંઘ અને નાટો સાથે મળીને રશિયા વિરુદ્ધ એકત્ર થઇને હોબાળો પણ કરી શકે છે. આ તમામ મુદ્દાઓ રશિયાના પ્રભાવને ઓછો કરી શકે છે. અને પુતિનને વાતચીત કરવા માટે પણ મજબૂર કરી શકે છે. રશિયા-યૂક્રેન યુદ્ધમાં દુનિયાને વિવિધ તબક્કે મોટું નુકસાન થયુ છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં હલચલ વધી હતી. વિદ્યાર્થીઓને મોટું નુકસાન થયુ હોવાનું પણ સામે આવ્યુ હતુ. 

  • Follow us on: