સોશિયલ મીડિયા પર અવારનવાર વિદેશી નાગરિકોના ભારતીય સંસ્કૃતિ,કપડાં અને ખાસ કરીને અહીંના સ્ટ્રીટ ફૂડ તેમજ ખાણી-પીણીની વસ્તુઓ ટ્રાય કરતા વીડિયો વાયરલ થતા રહે છે.ભારતીય મસાલા અને ચટાકેદાર સ્વાદ વિદેશીઓ માટે હંમેશા એક નવો જ અનુભવ લઈને આવે છે.હાલમાં આવો જ એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે,જેમાં યુક્રેનની એક મહિલા ભારતની પ્રખ્યાત પાચક ગોળી 'હાજમોલા' (Hajmola)નો સ્વાદ ચાખતી જોવા મળી રહી છે.હાજમોલા ખાધા પછી મહિલાએ જે રિએક્શન આપ્યું છે,તે જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પેટ પકડીને હસી રહ્યા છે.
પહેલાં ડરી, પછી ખાધી અને પછી...
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે યુક્રેનની રહેવાસી આ મહિલાના હાથમાં હાજમોલાની બોટલ છે. તે ખૂબ જ ઉત્સુકતા અને થોડા ડર સાથે તેમાંથી એક ગોળી નીકાળે છે. જેવી તે આ ગોળી મોઢામાં મૂકે છે, તેના ચહેરાના હાવભાવ સેકન્ડોમાં બદલાઈ જાય છે. હાજમોલાનો ખાટો, મીઠો અને તીખો મસાલેદાર સ્વાદ તેના માટે બિલકુલ નવો હતો. પહેલાં તો તે સ્વાદ સમજી ન શકી અને આંખો બંધ કરીને વિચિત્ર મોઢું બનાવવા લાગી, પરંતુ થોડી જ વારમાં તેને આ ચટાકેદાર સ્વાદ ગમી ગયો અને તે હસવા લાગી.













