પાકિસ્તાનના પીએમ શાહબાજ શરીફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રમાં ભાગ લેવા ન્યુયોર્ક પહોંચ્યા. ત્યા સીમા પાર આતંકવાદ રોકવા માટે કરવામાં આવેલા સવાલનો જવાબ આપવામાં ઘણા અસહજ દેખાય. આવો જાણીએ શું સવાલ હતો કે શહબાજ શરીફ અસહજ થઇ ગયા.
સોશિયલ મીડિયામાં વીડિયો આવ્યો સામે
વાત એમ હતી કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેઓ પ્રવેશ કરી રહ્યા હતા. યુએનના મુખ્યાલયમાં પ્રવેશતાની સાથે જ સમાચાર એજન્સી ANI એ તેમને પૂછ્યું કે પાકિસ્તાન સરહદ પાર આતંકવાદ ક્યારે બંધ કરશે. આ પ્રશ્ન સાંભળીને શરીફ અસ્વસ્થ થઈ ગયા. સમાચાર એજન્સી ANI એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો ક્લિપ શેર કરી છે. જેના જવાબમાં શાહબાઝ શરીફે કહ્યું કે અમે આતંકવાદને ખતમ કરી રહ્યા છીએ. અમે તેમને હરાવી રહ્યા છીએ. ત્યારબાદ ANI ના પત્રકારે તેમને ટોણો મારતા કહ્યું કે ભારત તમને હરાવી રહ્યું છે. આ ટિપ્પણી સાંભળીને નવાજ શરીફ વધુ અસ્વસ્થ થઇ ગયા અને જવાબ આપ્યા વિના ચાલ્યા ગયા.
UN માં ભારતે પાકિસ્તાનને સંભળાવ્યું
મહત્વનું છે કે યુએનમાં ભારતે પાકિસ્તાનને બરાબરનું સંભળાવ્યું હતું. પાકિસ્તાની વડા પ્રધાનના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપતાં ભારતે જણાવ્યું હતું કે મે મહિનામાં ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામની વિનંતી કરી હતી. ભારતે સ્પષ્ટતા કરી હતી કે બંને પડોશી દેશો વચ્ચેના મામલામાં કોઈ તૃતીય પક્ષની દખલગીરીનો કોઈ અવકાશ નથી. ઉલ્લેખનીય છેકે પાકિસ્તાની વડા પ્રધાને યુએનમાં દાવો કર્યો હતો કે ભારત સાથેના સંઘર્ષ દરમિયાન તેમનો દેશ મજબૂત સ્થિતિમાં હતો. અમેરિકન રાષ્ટ્રપતિના હસ્તક્ષેપ બાદ બંને દેશો વચ્ચેનો સંઘર્ષ પાછળથી બંધ થઈ ગયો હતો.
પાકિસ્તાન થયુ બેનકાબ
માત્ર એટલું જ નહીં, પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફે મે મહિનામાં ઓપરેશન સિંદૂર દરમિયાન તેમની સેનાની જીત થઈ હોવાનો દાવો પણ કર્યો હતો. જેના જવાબમાં યુએનમાં ભારતના રાજદ્વારી પેટલ ગેહલોતે આતંકવાદ સહિત અનેક મુદ્દાઓ પર પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો હતો. પેટલે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેના દ્વારા અનેક પાકિસ્તાની હવાઈ મથકો નાશ પામ્યા હતા. તે નુકસાનના ફોટા જાહેરમાં ઉપલબ્ધ છે. જો પ્રધાનમંત્રીએ દાવો કર્યો હતો તેમ, નાશ પામેલા રનવે અને બળી ગયેલા હેંગરો જીત જેવા દેખાઇ રહ્યા છે તો પાકિસ્તાન તેનો આનંદ માણી શકે છે.